September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

Health Tips –  એક દિવસમાં કેટલી લીચી ખાવી સુરક્ષિત ? આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો લીચી મગજની નસોને કરે ડેમેજ

લીચીમાં જે ટોક્સિન મિથિલીન સાઈક્લોપ્રોપિલ ગ્રાઈસિન હોય છે તેના કારણે ઈન્સેફેલાઈટિસ નામની જીવલેણ બીમારી થાય છે. જોન્સ હોપકિંગ મેડિસિન અનુસાર ઈન્સેફેલાઈટિસ બ્રેન ટિસ્યૂમાં થતા સોજા કે ઈંફેકશનના કારણે થાય છે. જેમાં મગજમાં સોજો આવી જાય છે. જેના કારણે માથામાં દુખાવો, ગરદન જકડાઈ જવી, એટેક આવવા લાગે છે. 

ગરમીની સીઝનમાં મળતા વિવિધ ફળમાંથી એક લીચી પણ છે. લીચી રસદાર અને સ્વાદિષ્ટ ફળ છે. તે સ્વાસ્થ્ય માટે લાભકારક પણ છે. પરંતુ તેની તાસીર ગરમ હોય છે. તેથી ઉનાળામાં તેનું સેવન કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને કરવું. નહીં તો તે મગજને ડેમેજ પણ કરી શકે છે. 

લીચીમાં વિટામીન સી, ફાઈબર, એંટીઓક્સીડેંટ જેવા પોષકતત્વો હોય છે. આ ફળ ગરમીમાં ખાવાની મજા પણ આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે લીચી સાથે એક જીવલેણ નુકસાન પણ જોડાયેલું છે. નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ હેલ્થના રિપોર્ટ અનુસાર લીચીમાં મિથિલીન સાઈક્લોપ્રોપિલ ગ્રાઈસિન નામનું ટોક્સિન હોય છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર બિહારમાં 1995 માં લીચી ખાવાથી બાળકોનું મોત થયું હોય તેવી ઘટના બની હતી. ઉત્તર ભારતમાં પણ ચમકી તાવના કેસ જોવા મળ્યા હતા. જો કે તેનો અર્થ એ નથી કે લીચી ખાવી જ નહીં. કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો લીચીથી થતા નુકસાનને ટાળી શકાય છે. 

લીચીમાં જે ટોક્સિન મિથિલીન સાઈક્લોપ્રોપિલ ગ્રાઈસિન હોય છે તેના કારણે ઈન્સેફેલાઈટિસ નામની જીવલેણ બીમારી થાય છે. જોન્સ હોપકિંગ મેડિસિન અનુસાર ઈન્સેફેલાઈટિસ બ્રેન ટિસ્યૂમાં થતા સોજા કે ઈંફેકશનના કારણે થાય છે. જેમાં મગજમાં સોજો આવી જાય છે. જેના કારણે માથામાં દુખાવો, ગરદન જકડાઈ જવી, એટેક આવવા લાગે છે. 

ખાલી પેટ ક્યારેય ન ખાવી લીચી

લીચીના નુકસાનથી બચવું હોય તો લીચીને ક્યારેય ખાલી પેટ ખાવી નહીં. ખાલી પેટ લીચી ખાવાથી તેમાં રહેલા ટોક્સિનના કારણે બ્લડ શુગર ઝડપથી ઘટવા લાગે છે. આ સિવાય ઉલટી, આંચકી જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. 

એક દિવસમાં કેટલી લીચી ખાવી સુરક્ષિત?

લીચીથી થતા ફાયદા મેળવવા અને તેના નુકસાનથી બચવું હોય તો દિવસમાં 6 થી 7 લીચી જ ખાવી જોઈએ. જો તમને કોઈ બીમારી હોય અને તેની દવા લઈ રહ્યા હોય તો લીચી ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. સાથે જ લીચી ખાતા પહેલા ધ્યાનમાં રાખવું કે તે બરાબર રીતે પાકેલી હોય. આ સિવાય ખાલી પેટ લીચી ખાવાનું ટાળવું, 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us