અતિશય ગરમીની અસર આંખ પર પણ થાય છે. એટલા માટે જ ઉનાળામાં આંખમાં એલર્જી, બળતરા, ડ્રાયનેસ, ખંજવાળ જેવી સમસ્યા વધી જાય છે. ઉનાળામાં આંખમાં થતી આવી સમસ્યાથી બચવાના ઘરેલુ ઉપાય આજે તમને જણાવીએ.
જેમ જેમ ગરમી વધે તેમ આંખ સંબંધી કેટલીક સમસ્યાઓ પણ વધતી જોવા મળે છે. દર વર્ષે ઉનાળામાં આંખ સંબંધિત સમસ્યાઓમાં વધારો થઈ જતો હોય છે. અતિશય ગરમી અને શુષ્ક હવાના કારણે આંખમાં ખંજવાળ આવવી, આંખ લાલ થઈ જવી, આંખમાં ઇન્ફેક્શન, બળતરા જેવી ફરિયાદો વધી જતી હોય છે. જોકે સારી વાત એ છે કે આમાંથી મોટાભાગની સમસ્યાઓથી થોડી સાવધાની રાખવાથી બચી શકાય છે.
ગરમીમાં આંખની સમસ્યાઓ વધવાનું કારણ

ઉનાળા દરમિયાન આંખની સમસ્યાઓમાં વધારો થઈ જાય છે તેનું કારણ છે જેમ જેમ તાપમાન વધે છે તેમ ગરમી અને શુષ્ક હવાના કારણે આંખની અંદર રહેલી ટીયર ફિલ્મ ઝડપથી સુકાવવા લાગે છે. જેના કારણે આંખમાં ડ્રાયનેસ, બળતરા, આંખ ખટકવી, આંખ ભારી થઈ જવી જેવી તકલીફોનો અનુભવ થાય છે. આ સિવાય શરીરમાં પાણીની ઉણપ સર્જાય ત્યારે પણ આંખની તકલીફ વધી જાય છે. આવા સમયે આંખની સુરક્ષા માટે શું કરવું તે પણ જાણી લો.
ગરમીમાં આ રીતે આંખનું રાખો ધ્યાન
1. આજના સમયમાં દરેક વ્યક્તિનો સ્ક્રીન ટાઈમ નોર્મલ કરતાં વધારે હોય છે. જે લોકોનો સ્ક્રીન ટાઈમ વધારે રહેતો હોય તેમણે ડર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જોવું જોઈએ. આમ કરવાથી આંખને આરામ મળશે.
2. લેપટોપ કે કોમ્પ્યુટર પર કામ કરતી વખતે આંખને વધારે ઝબકાવવી જોઈએ જેથી આંખમાં ડ્રાયનેસ વધી ન જાય.
3. દિવસ દરમિયાન બેથી ત્રણ વખત ઠંડુ પાણી છાંટી આંખ સાફ કરો.
4. ગરમી વધારે રહેતી હોય ત્યારે કોન્ટેક લેન્સ પહેરવાનું ટાળવું જોઈએ. કોન્ટેક લેન્સના કારણે આંખમાં ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.
5. જ્યારે પણ ગરમીમાં બહાર નીકળવાનું થાય ત્યારે આંખને પ્રોટેક્શન આપે તેવા સન ગ્લાસિસ પહેરવા જોઈએ. જેથી આંખને ડાયરેક્ટ ગરમ હવા ન લાગે.

આંખના ઇન્ફેક્શનના લક્ષણો
ઉપર દર્શાવ્યા અનુસાર આંખનું ધ્યાન રાખવા છતાં પણ જો આંખમાં નીચે દર્શાવ્યા અનુસારના લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો. આ લક્ષણને ઇગ્નોર કરવાથી આંખ સંબંધિત સમસ્યા વધી શકે છે.
– અચાનક થોડી સેકન્ડ માટે ધૂંધળું દેખાવુ.
– આંખમાં અસહ્ય બળતરા થવી કે આંખ ખટકવી.
– આંખમાંથી સતત પાણી નીકળવું અને આંખ લાલ થઈ જવી.
– પ્રકાશ સામે જોવામાં તકલીફ થવી.
– આંખમાં સતત ખંજવાળ આવવી અને આંખની પાંપણ સોજેલી કે લાલ દેખાવી.
– આંખમાં જો આવા લક્ષણો દેખાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
