મોટાભાગના આઈડ્રોપ પર એક્સપાયરી ડેટ તો 1, 2 કે તેનાથી વધારે વર્ષની હોય છે પણ તેના પર એવી સુચના લખી હોય છે કે બોટલ ખોલ્યા પછી 28 કે 30 દિવસ સુધી જ ઉપયોગમાં લેવા. આવું શા માટે હોય છે ચાલો જાણીએ.
આંખમાં સમસ્યા થાય ત્યારે ડોક્ટર આઈ ડ્રોપ્સ લખતા હોય છે. આંખ માટે આવતા ડ્રોપ્સના પ્રકાર અલગ અલગ હોય છે પરંતુ બધા જ ડ્રોપ્સની બોટલ પર એક સૂચના લખેલી હોય છે. આ સૂચના આઈ ડ્રોપ્સના ઉપયોગને લઈને હોય છે. મોટાભાગની બોટલ પર એવું લખેલું જોવા મળે છે કે બોટલ ખોલ્યા પછી 28 કે 30 દિવસમાં તેનો ઉપયોગ કરવો. એટલે કે આઇ ડ્રોપ્સ ખોલ્યા ના 30 દિવસ પછી તેનો ઉપયોગ કરવો નહીં આવું શા માટે હોય છે ચાલો આજે સમજીએ.

બધી જ વસ્તુઓ પર જે રીતે એક્સપાયરી ડેટ લખેલી હોય છે તે રીતે આઈ ડ્રોપ્સ અને દવાઓ પર પણ એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. આઇ ડ્રોપ્સ પર એક્સપાયરી ડેટ ભલે બે વર્ષની હોય પરંતુ તેના પર એવી સૂચના પણ લખેલી હોય છે કે આ ડ્રોપને 30 દિવસની અંદર ઉપયોગમાં લેવા. આ બંને તારીખો વચ્ચે જે વિરોધાભાસ હોય છે તેનું કારણ શું છે ચાલો જાણીએ. સાથે જ જાણીએ કે 28 કે 30 દિવસ પછી તમે આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરો તો તેનાથી આંખને કેવું નુકસાન થઈ શકે.
આંખના ટીપાની એક્સપાયરી ડેટ
એક્સપર્ટ અનુસાર આપણી આંખ નાજુક હોય છે અને સેન્સિટીવ પણ હોય છે. આઈ ડ્રોપ્સને ખોલ્યા પછી એક મહિનાની અંદર ઉપયોગમાં લેવું તેવી સૂચના એટલા માટે આપવામાં આવે છે કે તેનાથી આંખને ઇન્ફેક્શન ન થાય. આઈ ડ્રોપ્સના કન્ટેન્ટને સેફ રાખવા માટે તેમાં પ્રિઝર્વેટિવ નો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રિઝર્વેટિવ આઈ ડ્રોપ્સને બેક્ટેરિયા, વાયરસ અને ફંગસથી બચાવે છે. પરંતુ જ્યારે આઈ ડ્રોપ્સ ખોલવામાં આવે છે તો આઈ ડ્રોપ્સ હવાના સંપર્કમાં આવે છે અને પ્રિઝર્વેટીવ ઘટવા લાગે છે. અમુક દિવસો પછી પ્રિઝર્વેટિવ દવામાં રહેતું નથી અને તેના કારણે દવા અસર કરવાને બદલે આડઅસર કરી શકે છે. કારણ કે આઈ ડ્રોપ્સ જ સંક્રમિત થઈ જાય છે જેના ઉપયોગથી ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે.
28 દિવસ પછી આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરો તો શું થાય ?
ડોક્ટરના જણાવ્યા અનુસાર આઈ ડ્રોપ્સ પર લખેલી સૂચના પછી જો કોઈ વ્યક્તિ જૂના આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરે તો તેનાથી ઇન્ફેક્શન થઈ જવાનું જોખમ વધારે હોય છે. જૂના આઈ ડ્રોપ્સથી સૌથી વધારે જોખમ આંખના કાળા ભાગને હોય છે. 30 દિવસ પહેલા ખોલેલા આઈ ડ્રોપ્સ નો ઉપયોગ કરવામાં આવે તો આંખનો કાળો ભાગ સફેદ થવા લાગે છે અથવા તો તેના પર કાયમી ડાઘ બની જાય છે. આવા ટીપાનો ઉપયોગ કરવાથી કન્જેક્ટિવાઈટીસ પણ થઈ શકે છે. ગંભીર સ્થિતિમાં આંખની જોવાની ક્ષમતા પણ ગુમાવવાનો વારો આવી શકે છે. કારણકે જુના આઈ ડ્રોપ્સ આંખની કીકીને ડેમેજ કરી શકે છે. એટલા માટે જ દવા પર જે સૂચના લખવામાં આવી હોય તેનું પાલન કરવું જોઈએ.

આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો
– આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરતા પહેલા હાથને બરાબર સાફ કરવા.
– આઈ ડ્રોપ્સની બોટલના આગળના ભાગને હાથ ન અડાડવો.
– આઈ ડ્રોપ્સની બોટલને ખુલ્લી ન છોડવી.
– આઈ ડ્રોપ્સનો ઉપયોગ કર્યા પછી પણ હાથ બરાબર સાફ કરવા.
સૌથી મહત્વનું છે કે બોટલ પર જેટલા દિવસો લખ્યા હોય એટલા દિવસોની અંદર જ તેનો ઉપયોગ કરવો ત્યાર પછી આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરવો નહીં. આઈ ડ્રોપ્સનો યોગ્ય રીતે નિકાલ કરી દેવો.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/C9ULZxxpund1FihW9YLwOK
https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
