વરસાદી વાતાવરણમાં શરદી, ઉધરસ જેવી સમસ્યા વારંવાર થઈ જતી હોય છે. આ સમસ્યાથી બચવું હોય તો ખાસ મસાલા ચા પીવાનું શરુ કરી દો. આ મસાલા ચા પીવાથી શરદી, ઉધરસ થશે નહીં અને થયા હશે તો મટી જશે.
વરસાદી વાતાવરણમાં શરદી, ઉધરસ, ગળુ ખરાબ થવું જેવી સમસ્યાઓ ઝડપથી વધે છે. વર્ષાઋતુ શરૂ થાય એટલે વાયરલ બીમારીઓનું પ્રમાણ પણ વધી જતું હોય છે. તેમાં પણ વરસાદમાં ભીના થયા પછી તાવ, શરદી, ઉધરસ થવાની શક્યતા વધી જાય છે. આવા સમયે ફ્લુ સહિત વાયરલ બીમારીઓથી બચવા માટે દિવસમાં બે વખત આ પ્રકારે ચા બનાવીને પી લેશો તો દવા ખાવાની જરૂર નહીં પડે.

જો તમને પણ શરદી ઉધરસનું ઇન્ફેક્શન ઝડપથી લાગી જતું હોય તો ચોમાસા દરમિયાન આ મસાલેદાર ચા પીવાનું શરૂ કરો. જો શરદી-ઉધરસ થઈ ગયા હોય તો દિવસમાં બે વખત આ ચા પી લેવી. ચા પીવાથી તમારી બધી જ સમસ્યા દૂર ભાગી જશે. શરદી ઉધરસ થી આરામ મળશે.
શરદી ઉધરસ મટાડતી ચા
શરદી ઉધરસમાં ફાયદો કરે તેવી ચા બનાવવા માટે એક મોટો કપ પાણીનો ગરમ કરો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં થોડી ચા પત્તી ઉમેરો. ચા બરાબર ઉકળી જાય પછી તેમાં આદુ, કાળા મરી અને તુલસીના પાન ઉમેરો. બધી જ સામગ્રી બરાબર ઊકળે પછી ગેસ બંધ કરી ઢાંકી દો. જ્યારે ચા થોડી ઠંડી થઈ જાય ત્યારે ચાને ગાળી કપ માં કાઢો અને તેમાં મધ ઉમેરી પી જવું..
મસાલા ચા પીવાના ફાયદા
દૂધ અને ખાંડ વિનાની આ મસાલા ચા પીવાથી શરદી, ઉધરસ અને ગળાની તકલીફમાં રાહત થાય છે. ચા માં ઉમેરેલું આદુ અને કાળા મરી શરદીને મટાડવામાં મદદ કરે છે. ચા માં ઉમેરેલું આદુ અને મધ ઉધરસની તકલીફથી રાહત આપે છે. તુલસી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. આમ આ મસાલા ચા પીવાથી સીઝનલ બીમારીઓથી બચી શકાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
