આપણા શરીર માટે પ્રોટીન મહત્વનું પોષકતત્વ છે, જો શરીરમાં પ્રોટીનની ઊણપ સર્જાય તો તેના લક્ષણો શરીર પર દેખાવા લાગે છે. જો શરીરમાં આ 5 લક્ષણો જોવા મળે તો તેને ઈગ્નોર કરવા નહીં.
પ્રોટીન આપણા શરીર માટે અત્યંત જરૂરી પોષક તત્વ છે. પ્રોટીન શરીરમાં મસલ્સ બનાવવામાં, નખ અને વાળને મજબૂત રાખવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી હોય છે. રોજના આહારમાં અમુક માત્રામાં પ્રોટીન હોવું જરૂરી છે. શરીરમાં પ્રોટીનની ઊણપ સર્જાય તો ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. શરીરમાં પ્રોટીનની ઊણપ હોય તો કેટલીક સમસ્યાઓ થઈ શકે છે જેની શરૂઆતમાં કેટલાક લક્ષણો પણ જોવા મળે છે. આ લક્ષણોને શરૂઆતમાં તો લોકો સામાન્ય ગણી ઇગ્નોર કરી દે છે. લાંબા સમય સુધી પ્રોટીનની ઉણપના આ લક્ષણોને ઇગ્નોર કરવામાં આવે તો શરીર બરાબર રીતે કામ કરતું બંધ થઈ શકે છે. તેથી પ્રોટીનની ઉણપના આ લક્ષણોને ઇગ્નોર કરવાની ભૂલ કરવી નહીં.
પ્રોટીનની ખામીના આ લક્ષણો શરીરમાં જોવા મળે તો આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ જેમાં પ્રોટીન વધારે હોય. અને જો શરીરમાં સમસ્યાઓ વધી ગઈ હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો.

પ્રોટીનની ખામીના લક્ષણો
સ્નાયુ ઢીલા પડી જવા
શરીરમાં પ્રોટીન ઓછું થઈ જાય તો સૌથી પહેલા તેની અસર માંસપેશીઓને એટલે કે સ્નાયુને થાય છે. જ્યારે શરીરમાં પ્રોટીન ઓછું હોય તો આપણું શરીર મસલ્સ તોડી તેમાંથી પ્રોટીન લેવા લાગે છે જેના કારણે શરીરના સ્નાયુ ઓછા થઈ જાય છે અથવા તો ઢીલા પડી જાય છે.
વાળ અને નખ નબળા પડી જવા
મોટાભાગના લોકો ખરતા વાળ અને તૂટી જતા નખને સામાન્ય સમસ્યા માને છે પરંતુ આ બંને લક્ષણ પ્રોટીનની ખામીનો સંકેત હોઈ શકે છે. પ્રોટીન વાળ, નખ અને સ્કીનને હેલ્ધી રાખવા માટે જરૂરી હોય છે. જો પ્રોટીન ઓછું થઈ જાય તો વાળ ખરવા લાગે છે, નખ ખરાબ થઈ જાય છે, નખ તૂટવા લાગે છે અને ત્વચા પણ ડેમેજ થઈ જાય છે
નબળાઈ
પૂરતી ઊંઘ કર્યા પછી પણ આખો દિવસ શરીરમાં થાક અને નબળાઈ રહે તો તે પ્રોટીનની ખામીનો સંકેત હોઈ શકે છે. પ્રોટીન આપણા શરીરને એનર્જી આપે છે અને મસલ્સને મજબૂત બનાવે છે જ્યારે શરીરને પ્રોટીન ઓછું મળે છે તો શરીર નબળું પડી જાય છે તેના કારણે નબળાઈ અને થાક વધારે લાગે છે.

હાથ પગમાં સોજા
શરીરમાં પ્રોટીન ઓછું હોય તો હાથ, પગ અને ચહેરા પર સોજો દેખાય છે. પ્રોટીન આપણા શરીરમાં પાણીનું બેલેન્સ જાળવી રાખવામાં પણ મદદરૂપ હોય છે જો શરીરમાં પ્રોટીન ઓછું થઈ જાય તો શરીરમાં પાણી એકઠું થવા લાગે છે જેના કારણે પગ હાથ અને ચહેરા પર સોજા દેખાય છે.
ઈજા મટે નહીં
શરીરમાં પ્રોટીન ઓછું થઈ જાય તો કોઈપણ ઈજા થાય તો તેના ઘામાં રુઝ આવવામાં વધારે સમય લાગે છે. આ સિવાય રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. કારણ કે પ્રોટીન એન્ટીબોડી અને ઇમ્યુન સેલ્સ બનાવવામાં મદદ કરે છે. જો શરીરમાં પ્રોટીન જ ઓછું હોય તો ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે અને શરીરમાં કોઈ ઈજા થઈ હોય તો તેમાં રોજ આવવામાં પણ વધારે સમય લાગે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
