દાંત પરથી પીળા ડાઘ દૂર કરવા માટે લોકો મોંઘા ડેન્ટિસ્ટ પાસે જાય છે. ડોક્ટર ટ્રીટમેન્ટ કરી દાંત સાફ કરી દે છે, પરંતુ આમ કરવાથી દાંત નબળા પડે છે. આજે અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ આપીશું, જેનાથી તમે સફેદ હીરા જેવા દાંત બનાવી શકો છો.

આપણા દાંત ચહેરાનું હાસ્ય વધારે છે. પરંતુ દાંત પીળા હોવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. દાંત પીળા થવા પાછળ ઘણા કારણ હોય છે. પરંતુ પીળા દાંત તમારી પર્સનાલિટીને ખરાબ કરી શકે છે. દાંત પરથી પીળા ડાઘ દૂર કરવા માટે લોકો મોંઘા ડેન્ટિસ્ટ પાસે જાય છે. ડોક્ટર ટ્રીટમેન્ટ કરી દાંત સાફ કરી દે છે, પરંતુ આમ કરવાથી દાંત નબળા પડે છે. આજે અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ આપીશું, જેનાથી તમે સફેદ હીરા જેવા દાંત બનાવી શકો છો. પીળા દાંતથી છૂટકારો મેળવવા માગો છો તો આ રામબાણ ઈલાજ અપનાવો.

હાઈડ્રોજન પેરોક્સાઈડથી ચમકી જશે દાંત
હાઈડ્રોજન પેરોક્સાઈડ એક નેચરલ બ્લીચિંગ એજેંટ છે. જે બેક્ટેરિયાને મારવા અને ઈજાને ઠીક કરવામાં મદદ કરે છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, જે ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા અને એક ટકા હાઈડ્રોજન પેરાક્સાઈડનો ઉપયોગ થાય છે તેનાથી દાંત સફેદ થઈ જાય છે. તેમાં ધ્યાન રાખવાવાળી બાબત એ છે કે, ડાઈલ્યૂટ હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો તમારા દાંતના પેઢામાં દુખાવો થઈ શકે છે.

બેકિંગ સોડાથી ઉજળા કરો દાંત
ખાવાનો સોડા નેચરલ રીતે દાંતને સાફ કરવાનું કામ કરે છે. તેનો ઉપયોગ ટૂથપેસ્ટમાં પણ થાય છે. તે આલ્કલાઇન પ્રકૃતિનું છે, જેના કારણે બેક્ટેરિયા વધતા નથી. જોકે વિજ્ઞાનમાં એવા કોઈ પુરાવા નથી કે ખાવાનો સોડા દાંતને સફેદ કરે છે. એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે, ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા મિક્સ કરવાથી દાંત ચમકદાર અને સફેદ બને છે.

સુરજમુખીનું તેલ દાંત પરની પીળાશ દૂર કરશે
દાંત પર તેલ લગાવવું એ જૂનો ઘરગથ્થુ ઉપાય છે. આ કારણે તમારા મોંમાં બેક્ટેરિયા વધતા નથી. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું પણ કામ કરે છે. સૂર્યમુખી અને રોઝવૂડ તેલ દાંત માટે અસરકારક સાબિત થઈ શકે છે. આ સિવાય નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય છે. તે લૌરિક એસિડથી ભરપૂર છે જે બળતરા ઘટાડવા અને બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે.

ભરપૂર માત્રામાં કેલ્શિયમ લેવાથી દાંત થશે મજબૂતઃ
શરીરમાં કેલ્શિયમની ઉણપથી ઘણી બીમારીઓ થઈ શકે છે. એટલા માટે એ જરૂરી છે કે તમે તમારા આહારમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી લો. લોકોમાં કેલ્શિયમની ઉણપને કારણે દાંત પીળા પડવાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન ડી લેવું જોઈએ.

મીઠું અને થોડું પાણી
દાંતને સાફ કરવા માટે એક ચમચી બેકિંગ સોડામાં ચપટી મીઠું અને થોડું પાણી મિક્સ કરો, પછી આ પેસ્ટથી બે મિનિટ સુધી તમારા દાંત સાફ કરો. સપ્તાહમાં બે-ત્રણ વખત આમ કરવાથી તમારા દાંત સફેદ થઈ જશે. 

સરસવનું તેલ અને મીઠું
આયુર્વેદ પ્રમાણે પીળા દાંતની સમસ્યા દૂર કરી સફેદ અને ચમકદાર દાંત મેળવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેથી અડધી ચમચી સરસવના તેલમાં મીઠું મેળવો અને આ મિશ્રણથી દાંત પર મસાજ કરો. આ રીતે તમારા પીળા દાંત સફેદ થઈ શકે છે. 

સરસવનું તેલ અને હળદર
સફેદ દાંત મેળવવા માટે તમે સરસવના તેલમાં હળદર મિક્સ કરી શકો છે. આ પેસ્ટને આંગળીથી દાંત પર ઘસો. આ ઘરેલૂ નુસ્ખાથી તમારા દાંત સાફ થઈ જશે. 

લીંબડાના દાતણથી દાંત કરો સાફ
તમે જોયું હશે કે ગામડામાં આજે પણ લોકો દાંત સાફ કરવા માટે લીંબડાના દાતણનો ઉપયોગ કરે છે. આ દાંત માટે સૌથી ફાયદાકારક ઉપાય છે. આ પીળા દાઘને તો દૂર કરશે સાથે દાંતને મજબૂત બનાવશે. દાંતમાં દૂખાવો હોય તો તેનાથી છૂટકારો મળશે. 

કેળાની છાલ
દાંતો સાથે જોડાયેલી સમસ્યા માટે કેળાની છાલ લાભકારી હોય છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગનીઝ હોય છે. કેળાની છાલને દાંત પર ઘસવાથી દાંત સફેદ થાય છે. સપ્તાહમાં ઓછામાં ઓછા બે વખત તેનો ઉપયોગ કરવો જોઈએ. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us