છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સી બકથોન જ્યુસની ચર્ચાઓ થાય છે. કહેવામાં આવે છે કે આ જ્યુસ સ્કિન, હેર, હેલ્થની કાયાપલટ કરવામાં મદદ કરે છે. જો કે અનેક લોકો એવા છે જેમના માટે સી બકથોન શબ્દ જ નવો હશે. તો ચાલો સી બકથોન વિશે જાણકારી મેળવીએ.
છેલ્લા કેટલાક સમયથી લોકો પોતાના સ્વાસ્થ્ય અને શરીરને જરૂરી પોષકતત્વોને લઈને જાગૃત થઈ ગયા છે. જેના કારણે નવી નવી વસ્તુઓ પણ સામે આવવા લાગી છે. જેમાંથી એક વસ્તુ છે સી બકથોન. સી બકથોન એક ફળ છે જેની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. આ ફળને સુપરફુડ કહેવામાં આવે છે.
સી બકથોન હિમાચલ, ઉત્તરાખંડ, લેહ સહિતના વિસ્તારોમાં થતા ઔષધીય છોડના ફળ છે. આ ફળની ચર્ચા ભારતમાં થોડા સમય પહેલાથી થાય છે પણ આ ફળનો ઉપયોગ ગ્રીક ચિકિત્સા પદ્ધતિમાં વર્ષોથી થતો હોવાની માન્યતા છે. આ ફળ ઓરેન્જ રંગનું હોય છે.

સી બકથોનના પોષકતત્વો
સી બકથોન પોષકતત્વોનું પાવરહાઉસ છે. સી બકથોન વિટામિન સી, વિટામિન ઈ, બીટા કેરોટીન, ઓમેગા ફેટી એસિડ અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. આ પોષકતત્વોના કારણે આ ફળ બીમારથી બચાવ કરવામાં મદદ કરે છે.
સી બકથોનથી સ્કિનને થતા ફાયદા
આ ફળ સ્કિન માટે સૌથી વધુ લાભકારી ગણાય છે. માનવામાં આવે છે કે સી બકથોન સ્કિન પર ગ્લો વધારે છે, સ્કિનને પોષણ આપે છે, ખીલ અને ડાઘ ઓછા થાય છે, ફાઈનલાઈન્સ ઘટાડવામાં મદદ કરે છે, સ્કિન હેલ્ધી રહે છે.
સી બકથોનથી શરીરને થતા લાભ
સી બકથોનના અન્ય ફાયદાની વાત કરીએ તો ફાઈબરથી ભરપુર આ ફળ પાચન તંત્ર માટે સારું છે, પેટની બળતરા, સોજો ઓછો કરવામાં મદદ કરે છે, કબજિયાતથી રાહત આપી શકે છે, અલ્સર મટાડવામાં મદદ કરી શકે છે, આંતરડાને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે. સી બકથોન વજન ઓછું કરવામાં સહાયક ગણાય છે. આ ફળ ડાયાબિટીસના પેશન્ટ માટે અને હાર્ટ પેશન્ટ માટે લાભકારી માનવામાં આવે છે.

સી બકથોનથી થતા નુકસાન
– વધારે પ્રમાણમાં લેવાથી ગેસ, એસિડિટી, ઝાડા, ઉલટી થઈ શકે છે.
– લો બીપી હોય તેમને નુકસાન થઈ શકે છે.
– બ્લડ થિનર દવાઓ લેતા હોય તેમના માટે પણ જોખમી.
– સી બકથોનથી એલર્જી પણ થઈ શકે છે.
– માથામાં દુખાવો, ચક્કર આવવા જેવી આડઅસરો પણ જોવા મળી શકે છે.
– ગર્ભાવસ્થામાં અને સ્તનપાન કરાવતી મહિલાઓએ ઉપયોગ કરતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
