મુલુન્ડ (વે)માં રહેતા અને એસબીઆઈ બેંક લિંક રોડ બ્રાન્ચના મેનેજર અર્ચના ઠાકરેએ એલબીએસ માર્ગ સાગર ગાર્ડન પાસે આવેલી બેંકના એટીએમ મશીનમાં કોઈ અજાણી વ્યક્તિએ ગોલમાલ કરીને મશીનમાંથી પૈસા આવતા અટકાવીને સીનિયર સિટીઝન ગ્રાહકની રકમ તફડાવી લેતો હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ફરિયાદ મુજબ ૩ માર્ચના રાજારાણી પંગારા નામની મહિલા ઉક્ત એટીએમમાં રૂા.૨૦ હજાર કઢાવવા ગયા હતા પરંતુ મશીનમાં કાર્ડ નાખીને જરૂરી માહિતી ભર્યા બાદ પણ તેમાંથી રકમ બહાર આવી નહીં તેથી મશીન ખરાબ હોવાનું લાગ્યું અને તેઓ ઘરે પાછા આવી ગયા હતા.

પરંતુ થોડા સમયમાં તેમને તેમના બેંકના ખાતામાંથી રૂા.૨૦ હજાર ડેબિટ થવાનો મેસેજ આવતાં તેમને આઘાત લાગી ગયો અને બીજા દિવસે રવિવાર હોવાથી બેંક બંધ હતી તેથી ૫ માર્ચના તેમના વતી ભાવના પંગરાએ બેંક સાથે તેમની સાથે થયેલી છેતરપિંડી અંગે માહિતી આપી જેને પગલે બ્રાન્ચ મેનેજર ઠાકરેએ એટીએમના સીસીટીવી ફૂટેજ તપાસતા એટીએમ કેન્દ્રમાં પ્રવેશેલી બે અજાણી વ્યક્તિઓ શંકાસ્પદ જણાઈ અને બંને એટીએમ મશીનમાં કોઈ વસ્તુ નાખતા સીસીટીવીમાં ઝડપાઈ જતાં અર્ચના ઠાકરેએ તમામ પુરાવાઓ પોલીસને સોંપીને તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us