મુલુંડમાં ગવનીપાડા વિસ્તારમાં હેપ્પી કલેક્શન નામે ટેલરીંગની દુકાન ચલાવતા ઝિઆઉન્નબી મોહમ્મદ શાહ ઉર્ફે આસિફ પાસે તે વિસ્તારમાં રહેતા અસામાજિક તત્ત્વો અવારનવાર દુકાન ચલાવવા માટે રૂા.૨-૩ હજાર ઉઘરાવતા હતા. ૧૨ જુલાઈના તેમાંથી એક કુખ્યાત શખ્સ આસિફ પાસે આવ્યો અને રૂા. ૧૦ હજાર ખંડણીપેઠે માંગ્યા આસિફે પૈસા આપવાનો નનૈયો ભણતા શખ્સએ તેના કાન નીચે બે ધોલ ઠોકી દીધી અને સારી એવી મારપીટ કર્યા બાદ તે બીજે દિવસે આવશે પૈસા તૈયાર રાખવા જણાવીને નીકળી ગયો.

બીજા દિવસે પણ આસિફે તેની પાસે પૈસા ન હોવાનું જણાવતાં તને જોઈ લઈશ એવી ધમકી આપીને આરોપી રાત્રે આવવાનું જણાવીને દુકાનમાંથી નીકળી ગયો હતો. જેને પગલે આફિસે નવઘર પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરૂદ્ધ રૂા.૧૦ હજારની ખંડણી માંગીને પૈસા નહીં આપે તો હાથ-પગ તોડી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
