
રાજ્યમાં 1 એપ્રિલ, 2025થી સર્વ ફોર-વ્હીલર વાહનો માટે ફાસ્ટ-ટેગ ફરજિયાત કરવામાં આવ્યો છે. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની મંગળવારે બેઠક પાર પડી, જેમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
આ નિર્ણયને કારણે ટ્રાફિક જામ ટળશે, ઈંધણ અને સમયની બચત થશે. જો કોઈ વાહનો પર ફાસ્ટ-ટેગ કાર્યરત નહીં હોય તો તેને બેગણો ટોલ ભરવો પડશે. આ જ રીતે રોકડ રકમ, સ્માર્ટ કાર્ડ, ક્રેડિટ, ડેબિટ કાર્ડ અથવા કોડ અથવા અન્ય કોઈ પણ માધ્યમથી ટોલ ભરવો હોય તો પણ ડબલ ટોલ ભરવો પડશે.
એમએસઆરડીસીના અખત્યારમાં 50 ટોલ નાકા હોઈ સાર્વજનિક બાંધકામ વિભાગનાં રાજ્યમાં 23 ટોલ નાકાં છે. આ નાકાઓ પર આ નિર્ણયની અમલબજાવણી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. આ માટે સરકારના પ્રચલિત સાર્વજનિક ખાનગી સહભાગ ધોરણ 2014માં (સાર્વજનિક બાંધકામ વિભાગ) સુધારણા કરવામાં આવશે.

ટોલ નાકાઓ પર સતત ગિરદીને કારણે દરરોજ અનેક પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેનું મુખ્ય કારણ ઈલેક્ટ્રોનિક ટોલ વસૂલી પ્રણાલીનું કેટલાય વાહન ધારકો ઉલ્લંઘન કરે છે. આથી આ કઠોર પગલું લેવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ એક રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન ટેગ છે, જે વાહનના વિંડશિલ્ડ પર લગાવવામાં આવે છે, જેથી વાહન ટોલ નાકામાંથી પસાર થાય ત્યારે ત્યાં સેન્સર ફાસ્ટ-ટેગ વાંચી શકે છે. ત્યાં ગોઠવવામાં આવેલું ઉપકરણ આપોઆપ ટોલ ટેક્સ કાપી લે છે. આતી વાહનચાલકોનો સમય બચે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
