
ઘાટકોપરના અસલ્ફા ખાતે 3 સપ્ટેમ્બર, 2024ના રોજ વિજિલન્સ ટીમ દ્વારા પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરતા એકમ પર દરોડા પાડી રૂ. 48 લાખની વીજ ચોરી પકડી પડાઈ હતી
અદાણી ઈલેક્ટ્રિસિટીએ છેલ્લા છ મહિના (એપ્રિલ 2024થી સપ્ટેમ્બર 2024) દરમિયાન કંપનીએ વીજ ચોરો સામે 622 એફઆઈઆર દાખલ કરી છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં 436 એફઆઈઆર જોતાં નોંધપાત્ર વધારો થયો છે. આ નક્કર પગલાંને કારણે અગ્રેગેટ ટેક્નિકલ એન્ડ કમર્શિયલ (એટીએન્ડસી) નુકસાનમાં નોંધપાત્ર 0.7 ટકાનો ઘટાડો થયો છે, જે ગયા વર્ષે છ મહિનામાં 5.26 ટકા હતું તેની તુલનામાં છેલ્લા છ મહિનામાં 4.56 ટકા સુધી નીચે આવ્યું છે.
આ ઘટાડો હાંસલ કરવા માટે અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા તેના વિજિલન્સના પ્રયાસો સઘન બનાવવામાં આવ્યા છે. કંપનીએ ઉચ્ચ નુકસાની કરતા વિસ્તારમાં 18,255 સમૂહ દરોડા પાડ્યા હતા. ગયા વર્ષે સમાન ગાળામાં 11,408 દરોડા પાડ્યા હતા તેની તુલનામાં દરોડામાં નોંધપાત્ર વધારો થયો છે.

આને કારણે ગયા વર્ષે સમાન ગાળામાં 3757 વીજ ચોરીના કેસની તુલનામાં આ વર્ષે કુલ 5475 વીજ ચોરીના કેસ દાખલ કરાયા છે. વિજિલન્સ ટીમે 32.9 ટન અનધિકૃત વાયર સહિત અનધિકૃત સામગ્રી પણ પૂરતી સંખ્યામાં જપ્ત કરી છે. વીજ ચોરીનું મૂલ્ય આકલન કરતાં તે રૂ. 24.65 કરોડ હોવાનું જણાયું છે (13.06 મિલિયન યુનિટ્સને આધારે).
3 સપ્ટેમ્બર, 2024ના રોજ વિજિલન્સ ટીમ દ્વારા ઘાટકોપરના અસલ્ફા ખાતે પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરતા એકમ પર દરોડા પાડી રૂ. 48 લાખની વીજ ચોરી પકડી પડાઈ હતી. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે મુખ્યત્વે સવારના સમયે આરોપીઓ મીટરના કરન્ટ ટ્રાન્સફોર્મરમાં જાણીબૂજીને શોર્ટસરકિટ કરતા હતા.
આ જ રીતે કાંદિવલીના ચારકોપમાં ગણેશનગર ખાતે ઈલેક્ટ્રોપ્લેટિંગ વેપારના એકમ પર 27 મે, 2024ના દરોડા પાડતાં રૂ. 6.41 લાખની વીજ ચોરી પકડાઈ હતી. આરોપીઓ ચેડાં કરેલાં મીટર સાથે વીજ પુરવઠાનો ઉપયોગ કરતા હતા અને વાય અને બી ફેઝમાં ઓછું રીડિંગ દેખાતું હતું. 19 એપ્રિલ, 2024ના રોજ ચેમ્બુરના પી એલ લોખંડે માર્ગ ખાતે ગારમેન્ટ એકમમાં રૂ. 4.76 લાખની વીજ ચોરી પકડી પડાઈ હતી. આરોપીએ ઈનકમિંગ ટર્મિનલ સાથે આર ફેઝ અને બી ફેઝ આઉટગોઈંગ વાયરો જોડીને આ વીજ ચોરી કરી હતી.

વીજ ચોરીથી ઈમાનદાર ગ્રાહકો દંડાય છે
વીજ ચોરી ગંભીર ગુનો છે. વીજ ધારા 2003ની કલમ 135 હેઠળ આરોપીઓને કસૂરવાર સાબિત થવા પર ગુનેગારોને દંડ, ત્રણ વર્ષ સુધી કેદ અથવા બંને થઈ શકે છે. અદાણી ઈલેક્ટ્રિસિટીએ નિયમિત દરોડા પાડવા, ગુનેગારોને પકડી પાડવા અને વીજ ચોરી માટે ઉપયોગ કરાતા ઈક્વિપમેન્ટ જપ્ત કરવા પોલીસ પ્રશાસન સાથે જોડાણ કર્યું છે. એપ્રિલ 2024થી સપ્ટેમ્બર 2024ના સમયગાળા દરમિયાન 13.06 મિલિયન યુનિટ્સની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. વીજ ચોરી ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવાનું પડકારજનક છે તેવા ઝૂંપડપટ્ટી ક્લસ્ટર્સ જેવા ઉચ્ચ માગણીના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અવરોધાત્મક અસર ધરાવે છે. વીજ ચોરીના વધારાનો તાણ મોજૂદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બોજ વધારે છે, જેને લીધે વારંવાર કેબલ અને ટ્રાન્સફોર્મર નિષ્ફળ જતાં મેઈનટેનન્સ ખર્ચમાં વધારો થાય છે. ઉપરાંત ઈમાનદાર ગ્રાહકો પર તેનો બોજ આવે છે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
