મુલુંડ-વેસ્ટના સર્વોદયનગરમાં આવેલી મુલુંડ મિત્રધામ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીનું શનિવારે સાંજે ડિમોલિશન ચાલી રહ્યું હતું ત્યારે બિલ્ડિંગનો એક ભાગ રોડ સાઈડ પડતાં ત્યાં પાર્ક કરવામાં આવેલી ત્રણથી ચાર કારને નુકસાન પહોંચ્યું હતું. એટલું જ નહીં, બિલ્ડિંગનો કાટમાળ ફુટપાથ પર આવી જતાં નાગરિકોને હેરાનગતિ થઈ હતી. નસીબજોગે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી.

સર્વોદયનગર દેરાસરથી આશરે ૫૦ મીટરના અંતર પર આવેલી મુલુંડ મિત્રધામ સોસાયટીનું ડિમોલિશનનું કામ શનિવારે ચાલી રહ્યું હતું ત્યારે સાંજે ચાર વાગ્યાની આસપાસ બિલ્ડિંગનો એક ભાગ ત્યાં પાર્ક કરવામાં આવેલી કાર પર પડયો હતો. એ દિવસે જોરદાર વરસાદ હોવાથી ખાસ કોઈ રાહદારી ત્યાંથી પસાર નહોતા થઈ રહ્યા. ‘જ્યારે બિલ્ડિંગનો ભાગ પડ્યો ત્યારે એનો કાટમાળ ફુટપાથ અને રોડ પર પડ્યો હતો જેના લીધે થોડો ટ્રાફિક જૅમ થયો હતો. જોકે ઘટનાની જાણ સ્થાનિક પ્રશાસનને થતાં તેમણે આવીને ફુટપાથ અને રોડ પર પડેલા કાટમાળને તાત્કાલિક ઉપાડી લેવાનું કૉન્ટ્રેક્ટરને કહ્યું હતું.’

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us