
આરોપી મોહનેશ શિતુરકર (23) મુલુંડનો રહેવાસી છે. માથેરાનમાં આ વાહનચાલકે ઘોડાઓને અડફેટે લીધા હતા અને ચાર કારને જોરદાર ટક્કર મારી હતી. નાસી જતા સમયે દસ્તુરી નાકા ખાતે સ્થાનિકો પર કાર દોડાવી પણ બધા સમયસર હટી જવાથી બચી ગયા હતા. તેથી મોટી જીવહાની ટળી હતી. વનખાતાના કર્મચારીઓ, પોલીસ અને નાગરિકોએ એને શોધીને માથેરાન-નેરલ રસ્તા પરથી પકડ્યો હતો.
વીકએન્ડમાં માથેરાનમાં ઉજવણી કરવા માથેરાનના રિટાયર્ડ અધિકારી સુનીલ ડોઈફોડેની કાર પર મોહનીશ ડ્રાઈવર તરીકે કામ કરે છે. સુનીલના કુટુંબીઓને માથેરાન છોડીને પાછા ફરતી વખતે પ્રવાસમાં એણે ઘણો દારૂ પીધો હતો અને કાર પાર્કિંગમાંથી કાઢીને નજીકમાં ઊભેલા એક ઘોડાને ઉડાવ્યો હતો. એ પછી પાર્કિંગમાં એક પછી એક ચાર કારને ટક્કર આપીને ઘણું નુકસાન કર્યું. ત્યાંથી એ નેરલની દિશામાં નાસ્યો હતો.

દસ્તુરી નાકા ખાતે એણે સ્થાનિક વાહનચાલકોની દિશામાં કાર લઈ ગયો પણ સાવચેતી રાખીને બધા બાજુ પર થઈ ગયા. તેથી મોટી દુર્ઘટના ટળી હતી. ત્યાંથી નાસી જતા ઘાટ ઉતરતા મોહનેશે રસ્તાની રેલિંગને પર કાર જોરથી ઘસડાવી હતી. તેથી કારના આગળના ભાગનું નુકસાન થયું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
