
મુલુંડમાં ગઠિયાઓનો આતંક વધતો જાય છે. મુલુંડ જીએમએલઆર સ્થિત રૂનવાલ ગ્રીન્સમાં રહેતા ૭૨ વર્ષના સીનિયર સિટીઝન માલતી સીતારામન બોલ બચ્ચન ગેંગનો ભોગ બનતા રૂા.૩,૯૦,૦૦૦ની કિંમતના સોના-હીરાના દાગીના તથા મોબાઈલ ગુમાવી બેઠા હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ફરિયાદ મુજબ માલતી સીતારામન દર ગુરુવારે તેમના ઘરેથી સાંઈધામ કોમ્પલેક્સ પી.કે. રોડ પાસે આવેલા સાંઈબાબા મંદિરમાં દર્શન કરવા જતા હતા અને ત્યાંથી પગપાળા હીરાનગર પાસે આવેલા દત્ત મંદિરમાં દર્શન કરવા જતા હતા. ૩૦ જાન્યુ. મૂકવા જણાવ્યું અને ઘરમાં તેઓ રાબેતા મુજબ ૧૧.૩૦ વાગે સાંઈબાબા મંદિરમાં દર્શન કરીને બહાર નીકળીને ત્રિમૂર્તિ માર્ગ પરથી જઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા માણસે હિંદીમાં તેમને આંટી નમસ્કાર કરીને આંતર્યા પરંતુ સીતારામન તેને જવાબ આપ્યા વગર આગળ ચાલવા માંડ્યા.

બીજા એક માણસે તેમને આંતરીને તેમની સાથે વાતો કરવા માંડી અને ત્યારે અન્ય એક માણસ પણ તેમની સાથે જોડાયો. તેમણે સીતારામનને આપકો ક્યા ચિંતા હૈ? ઘરમેં ઠીક નહીં ચલ રહા, મુઝે પૂજાપાઠ આતા હૈ એવું કહીને સીતારામનને વાતોની જાળમાં ફસાવીને તેમના દાગીના કાઢીને હેન્ડબેગમાં સુખશાંતિ જોઈતી હોય તો સીતારામનને અમુક અંતર સુધી ચાલવું પડશે અને તેમાં શરીર પર કોઈ ધાતું જોઈશે નહીં તેમજ તેમણે પાછું વાળીને જોવું નહીં એવું ગઠિયાઓએ કહેતાં સીતારામને ૬૩ ગ્રામ સોનાના ઘરેણાં, મોબાઈલ ફોન તથા હીરાની બુટ્ટીઓ ભરેલી હેન્ડબેગ ગઠિયાના હાથમાં સોંપી દીધી અને દસ પગલાં આગળ ચાલ્યા અને પાછું વળીને જોતાં બંને માણસો ત્યાંથી ગાયબ થઈ ગયા હતા અને સીતારામનને છેતરપિંડીનો અંદાજો આવી જતાં તેમણે ૩૧ જાન્યુ.ના પોલીસ વેબસાઈટ પર ઓન લાઈન ફરિયાદ અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
