જ્યારે મિત્રતાની વાત આવે ત્યારે લોકો કૃષ્ણ-સુદામાની દોસ્તીનું ઉદાહરણ આપે છે. જોકે સુદામાજી આમ તો કૃષ્ણ ભક્ત હતા. પરંતુ તેમના કુળદેવી કોણ હતા? એ લગભગ કોઈ જાણતું નથી.

કૃષ્ણ-સુદામાની જોડી જગવિખ્યાત છે. કારણ કે મિત્ર સુદામા દ્વારા ભેટમાં આપેલા ચોખાના બદલામાં ભગવાન શ્રી કૃષ્ણ ત્રણ લોકનું સુખ ન્યોછાવર કરવા તૈયાર થઈ ગયા હતા. શ્રી કૃષ્ણએ મિત્રતા નિભાવીને સુદામાની દરિદ્રતા દૂર કરી હતી. પોરબંદરની ભૂમિ આ વાતની સાક્ષી છે. લોકો પોરબંદરને સુદામાપુરી તરીકે પણ ઓળખે છે. અહીં આવેલું સુદામા મંદિર એ જગવિખ્યાત છે. સુદામા આમ તો કૃષ્ણ ભક્ત હતા. પરંતુ તેમના કુળદેવી કોણ હતા? એ લગભગ કોઈને ખબર નથી. તેથી આજે અમે તમને સુદામાના કુળદેવી કોણ હતા? એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કોણ હતા સુદામાજીના કુળદેવી ?

સુદામાજી કૃષ્ણ ભગવાનની સાથોસાથ એમના કુળદેવી ચામુંડામાતાજીનાં પણ પ્રખર ભક્ત હતા. તેથી સુદામાજીના મંદિરમાં એમના કુળદેવી ચામુંડા માતાજીનું પણ મોટું મંદિર આવેલું છે. આ મંદિરે સુદામાજી માતાજીની નિત્ય પુજા અર્ચના કરતાં અને નવરાત્રિ નિમિત્તે માતાજીને વિશેષ શૃંગાર પણ કરવામાં આવતો હતો. સાથોસાથ પુજા અને હવન-યજ્ઞનું પણ આયોજન કરવામાં આવતું હતું. આમ, ભગવાન શ્રી કૃષ્ણની જેમ સુદામાજીના જીવનમાં ચામુંડા માતાનું પણ ઘણું મહત્ત્વ હતું.

કુળદેવી એ વંશનું રક્ષણ અને ઉછેર કરતી હોવાનું માનવામાં આવે છે. જેમના થકી કુળનો સંચાર થાય છે. નવરાત્રી જેવા પવિત્ર દિવસોમાં કુટુંબ અથવા કુળના સભ્યો દ્વારા ધાર્મિક વિધિવિધાનથી કુળદેવીની પૂજા કરીને માતાજીને નૈવૈદ્ય ધરાવવામાં આવે છે. પૂજા આરતી કર્યા બાદ ગરીબો બ્રાહ્મણોને દાન પણ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us