
બીડ જિલ્લાના મસ્સાજોગના સરપંચ હત્યા કેસમાં મંત્રી ધનંજય મુંડેના નિકટવર્તી આરોપી નં. 1 વાલ્મીક કરાડના મુદ્દા પરથી મુંડેના રાજીનામાની માગણી છેલ્લા અનેક દિવસોથી વિરોધી પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. ઉપરાંત સોમવારે રાજ્ય વિધાનમંડળના બજેટ સત્રના પ્રથમ દિવસે પણ વિરોધી પક્ષના નેતાઓ દ્વારા મુંડેના રાજીનામાની માગણી પકડી હતી. હવે તેની પર મુંડેની કથિત બીજી પત્ની કરૂણા શર્માએ દાવો કર્યો છે કે મુંડેનું રાજીનામું બે દિવસ પૂર્વે જ લેવાઈ ગયું છે.
મુખ્ય મંત્રીએ સોમવારે કહ્યું કે બે દિવસમાં તે અંગે નિર્ણય લેવાશે. મુંડે પર પક્ષમાંથી દબાણ છે. જોકે મુંડે રાજીનામું આપવા માગતા નથી. સત્રના પહેલા બે દિવસમાં લોકોનું અને પોતાના પક્ષના વિધાનસભ્યો, સાંસદોનું કેટલું દબાણ છે તે જોયા પછી તેમના રાજીનામાનો નિર્ણય થશે, એવો દાવો શર્માએ કર્યો છે.
મને આ માહિતી મંત્રાલયમાંથી મળી છે. મારા ત્યાં લોકો છે. તેમની પાસેથી માહિતી મળી છે. બધા જાણે છે કે મુંડે કાંઈ નાનો-મોટો વિધાનસભ્ય કે મંત્રી નથી. અજિતદાદા જૂથ છે તે ખરેખર તો ધનંજય મુંડે જૂથ છે. હું ઘણાં વર્ષથી તેમની સાથે હોવાથી બઘું જાણું છું, એમ પણ તેણે જણાવ્યું હતું.

મુંડેનું રાજીનામું લેવાની કોઈની હિંમત થતી નથી. જોકે હાલમાં દબાણ વધી રહ્યું ચે. આથી તેમનું રાજીનામું બે દિવસ પૂર્વે અજિતદાદાએ લીધું છે. જોકે તે છતાં મુંડેને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મુખ્ય મંત્રી બે દિવસ પછી તેનો ફેંસલો કરશે. હું ફડણવીસને મળવા માગતી હતી, પરંતુ તેમણે મને સમય આપ્યો નથી. હવે હું ફરી તેમને યાદ અપાવવા પત્ર લખીશ. આ સાથે વિધાનભવનમાં જવાનો પણ પ્રયાશ કરીશ. મને ત્યાં જવા દેવાશે નહીં. જોકે તે છતાં હું પ્રયાસ ચાલુ રાખીશ, એમ પણ તેણે જણાવ્યું હતું.
મારા પતિ ભાજપમાં હતા ત્યારે સારા હતા. જોકે અજિત પવારની રાષ્ટ્રવાદીમાં ગયા પછી તેમનુ નુકસાન થયું છે. તેમના પક્ષમાં નવાબ મલિક, હસન મુશરીફ એમ બધા કરપ્ટ છે. હું સરકારને બધા પુરાવા આપવાની છું. મુંડેનું રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી ઉપવાસ પર બેસીશ, એવી ચીમકી પણ આપી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
