બીએમસીએ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) દ્વારા આવક મેળવવાનો માર્ગ નક્કી થતાં જકાતનાકા બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

મુંબઈમાં દહીંસર, વાશી અને ઐરોલી સહિત મુલુન્ડ ઈસ્ટમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને મુલુન્ડ વેસ્ટમાં એલબીએસ માર્ગમાં જકાતનાકા હતા. ૨૦૧૭માં જકાતનાકા બંધ થયા બાદ મ્યુનિસિપલ વહિવટી તંત્ર આ જગ્યાનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિશે વિચારી રહ્યું હતું ત્યારે અહીં મોટા પાયે પાર્કિંગની સુવિધા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એની સાથે અહીં રોકાતા વાહનો અને ચાલકો માટે કેન્ટીન, ફૂડ પ્લાઝા, ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવવાની હતી એટલું જ નહીં અહીં ઈમારત બનાવી આ બિલ્ડીંગમાં જ પાર્કિંગની સુવિધા સાથે વાહનોના ભારને વહન કરવા માટે આંતરિક ભાગમાં સક્ષમ સિસ્ટમ ઊભી કરવાની હતી. જોકે છેલ્લાં સાત વર્ષમાં વિવિધ કાયદાકીય આંટીઘૂંટીને કારણે આ જગ્યા ભંગાર હાલતમાં પડી રહી છે.

સ્થાનિકોનું કહેવું છે કે રાતના સમયે દારૂડિયાઓ અને દિવસે ગાંજો પીતા લોકોનો આ અડ્ડો બન્યો છે અને પોલીસ પણ અંદર જતા ડરે છે. સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે જકાતનાકું એકદમ ખંડેર હાલતમાં છે જેનો ઉપયોગ હાલમાં નશો કરતા લોકો બિન્દાસ કરી રહ્યા છે. તેમને કોઈનો ડર નથી. દિવસ-રાત તેઓ નશામાં મારામારી કરતાં દેખાય છે જેને કારણે અમે ખૂબ જ પરેશાન છીએ. અમુક વાર પોલીસમાં ફરિયાદ કરી છતાં પોલીસ પણ તેમની સાથે મગજમારી કરતી નથી હોતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us