
કચ્છ યુવક સંઘની વિવિધ શાખાઓમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘાટકોપર શાખા : શુક્રવાર, ૭માર્ચે બપોરે બે વાગ્યાથી ૧૮ વર્ષથી ઉપરની મહિલાઓ માટે એક ગેમ-શો સાથે મ્યુઝિક ધમાલ તેમ જ વિવિધ વ્યંજનો અને ઈનામોનો આનંદોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ‘ફિટનેસ ફૉરેવર ટર્ફ’, ૯૦ ફિટ રોડ, લવેન્ડર બાગની બાજુમાં, ઘાટકોપર (ઈસ્ટ) માં યોજાશે. મર્યાદિત જગ્યા હોવાથી વહેલો તે પહેલોના ધોરણે રજિસ્ટ્રેશન ફી ૧૦૦ રૂપિયા ભરી ચંદન છાડવાના 96644 28535 નંબર પર નામ નોંધાવવાના રહેશે.

એવી જ રીતે થાણાની શાખા ખાતે શ્રી થાણા કચ્છી જૈન સેવા સમાજના સથવારે શનિવાર, ૮ માર્ચે થાણે (વેસ્ટ)માં ટેમ્બી નાકા પર આવેલા વીરા ભવનમાં ફક્ત બહેનો માટે એક અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સાગર રેડ્ડી સાથે એક પરિસંવાદ યોજાશે. સંચાલન જસ્મિન શાહ (કોડાય) કરશે. બપોરે ૨.૧૫ વાગ્યે રજિસ્ટ્રેશન કાઉન્ટર શરૂ કરવામાં આવશે. રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પ્રથમ આવનાર ૨૦ મહિલાઓને આકર્ષક ઈનામ આપવામાં આવશે. કાર્યક્રમ બાદ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે રેખા ગડાનો 99674 73650 અથવા પૂજા છેડાનો 84509 05845 નંબર પર સંપર્ક કરવો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
