લોઅર પરેલ અને મલાડના પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા પાસપોર્ટ આસિસ્ટન્ટો, સિનિયર પાસપોર્ટ આસિસ્ટન્ટો સહિત 14 અધિકારીઓ દ્વારા 12 કેસ નોંધવામાં આવ્યા છે.

બોગસ પાસપોર્ટ કઢાવી આપતા પાસપોર્ટ અધિકારીઓ અને એજન્ટો પર સીબીઆઈ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. મુંબઈ અને નાશિકમાં કુલ 33 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈ દ્વારા લોઅર પરેલ અને મલાડના પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા પાસપોર્ટ આસિસ્ટન્ટો, સિનિયર પાસપોર્ટ આસિસ્ટન્ટો સહિત 14 અધિકારીઓ દ્વારા 12 કેસ નોંધવામાં આવ્યા છે. ઉપરાંત ઉપરાંત ભારત સરકારના વિદેશી બાબતોના મંત્રાલય હેઠળ રિજનલ પાસપોર્ટ ઓફિસ (આરપીઓ) હેઠળ કામ કરતા મલાડ અને લોઅર પરેલનાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને એજન્ટો મળી 18 જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાસપોર્ટ કેન્દ્રના અધિકારીઓ નિયમિત રીતે એજન્ટોના સંપર્કમાં હતા અને તેમની સાથે સાઠગાંઠ કરીને અપૂરતા કે અધૂરા દસ્તાવેજોને આધારે પાસપોર્ટ જારી કરતા હતા અથવા પાસપોર્ટના અરજદારની અંગત વિગતોમાં ચેડાં કરતાં હતાં, એમ સીબીઆઈના અધિકારીઓ શનિવારે જણાવ્યું હતું.

26 જૂને પરેલ અને મલાડ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં વિદેશી બાબતોના મંત્રાલય હેઠળના પાસપોર્ટ સેવા પ્રોગ્રામ વિભાગના વિજિલન્સ અધિકારીઓ અને આરપીઓ મુંબઈના અધિકારીઓ સાથે અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સીબીઆઈ અને વિજિલન્સ અધિકારીઓ દ્વારા શકમંદ અધિકારીઓના ઓફિસ ડેસ્ક અને મોબાઈલ ફોનની અચાનક તપાસ કરવામાં આવી હતી. દસ્તાવેજોનું વિશ્લેષણ, સોશિયલ મિડિયા ચેટ્સ, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ આઈડી પ્રવૃત્તિઓની તપાસમાં અમુક અદિકારીઓ દ્વારા વિવિધ શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું હતું. ખાસ કરીને અપૂરતા, નકલી, ચેડાં કરેલા દસ્તાવેજોને આધારે પાસપોર્ટ જારી કરવા તેમ જ પાસપોર્ટ મેળવવા માટે એજન્ટો થકી અધિકારીઓ અયોગ્ય લાભોની માગણી કરતા હતા અને સ્વીકારતા હતા એવું બહાર આવ્યું હતું.

આ શંકાસ્પદ અધિકારીઓની વધુ તપાસમાં તેમનાં પોતાનાં બેન્ક ખાતાંમાં અને તેમના નિકટવર્તી અને વહાલા પરિવારના સભ્યોના બેન્ક ખાતાંમાં એજન્ટો દ્વારા લાખ્ખો રૂપિયાની કટકી પ્રાપ્ત કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું. આને આધારે શનિવારે સીબીઆઈ દ્વારા મુંબઈ અને નાશિકમાં આ અધિકારીઓ અને એજન્ટોનાં 33 ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અનેક વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ પુરાવા મળી આવ્યા છે, જેની વધુ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us