September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઘાટકોપર હોર્ડિંગ હોનારત અંગે ફરી કર્યા ગંભીર આરોપ

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઘાટકોપર છેડાનગરમાં 120 બાય 140 ફૂટનું અનધિકૃત હોર્ડિંગ તૂટી પડીને 17 નિર્દોષનો ભોગ લેવાયો અને 80થી વધુ લોકો ઘાયલ થયા તે દુર્ઘટનામાં રવિવારે ફરી ગંભીર આરોપ કર્યા હતા.

આ હોર્ડિંગ લગાવનારી ઈગો મિડિયા પ્રા. લિ.ના ડાયરેક્ટર ભાવેશ ભીંડેએ હોર્ડિંગ લગાવવા મંજૂરી આપનાર તત્કાલીન ગવર્નમેન્ટ રેલવે પોલીસ કમિશનર (જીઆરપી)ની પત્નીની કંપનીને લાંચ તરીકે રૂ. 46 લાખ ચૂકવ્યા હતા એવો ગંભીર આરોપ કર્યો છે. એક્સ પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં સોમૈયાએ દાવો કર્યો છે કે ભીંડેની કંપનીએ ઘાટકોપર તેમ જ દાદર વિસ્તારમાં બે ડઝન અનધિકૃત હોર્ડિંગ લગાવવા માટે વિવિધ રેલવે પોલીસ અને મહાપાલિકાના અધિકારીઓને રૂ. 5 કરોડથી વધુની લાંચ ચૂકવી છે.

ઈશાન મુંબઈના માજી સાંસદ સોમૈયાએ એમ પણ કહ્યું કે ઘાટકોપર હોર્ડિંગ્સ કૌભાંડમાં લાંચ લેવા માટે જીઆરપીના તત્કાલીન કમિશનર કાઈઝર ખાલીદને સસ્પેન્ડ કરવા માટે મેં રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર પણ લખ્યો છ. 13 મેના રોજ મુંબઈમાં સુસવાટાભર્યો પવન વહેવા લાગ્યો અને કમોસમી વરસાદ પડ્યો હતો. તે સમયે ઈસ્ટર્ન હાઈવે પાસે આવેલા ઘાટકોપર છેડાનગરમાં અનધિકૃત હોર્ડિંગ તૂટી પડીને સામેના પેટ્રોલપંપ પર પડ્યું, જેમાં 17 જણનાં મોત થયાં હતાં અને 80થી વધુ ઘાયલ થયા હતા.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us