મુલુંડ (ઈ)માં આવેલા ભાંડુપ પમ્પિંગ બસ સ્ટોપ પાસે બસમાં ચડતી વખતે ભારે ગિર્દીને કારણે એરોલીના રહેવાસી દત્તાત્રય ભાવલેનો રૂા. ૬૪ હજારની કિંમતનો વનપ્લસ ૧૩ મોબાઈલ ચોરી થઈ ગયો હોવાની ફરિયાદ નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, ખાનગી કંપનીમાં કામ કરતો દત્તાત્રય ૪ જૂનના રાત્રે લગભગ ૮.૨૦ વાગ્યે એરોલી જવા માટે ભાંડુપ પમ્પિંગ બસ સ્ટોપ પર ઊભા હતા.

બસ આવતા તેમાં ચડવા સમયે એક અજાણ્યા માણસે દત્તાત્રયને ધક્કો માર્યો હતો પરંતુ બસમાં ભારે ભીડ હોવાથી તેમને શંકા આવી નહોતી. થોડા સમય બાદ દત્તાત્રયને મોબાઈલ તેમના ખિસ્સામાં ન હોવાની જાણ થઈ તેમણે બસમાંથી ઉતરીને બસ સ્ટોપ પ૨ શોધખોળ કરી પરંતુ ફોન ન મળતાં ધક્કો મારનાર શખ્સે જ ફોન ચોરી લીધો હોવાની શંકા દત્તાત્રયે ફરિયાદમાં નોંધાવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
