
મહાકુંભમેળામાં પહોંચવા માટેના શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં લઈ વિમાન મુસાફરીનાં ભાડાંમાં વધારો કરાતાં અસંતોષ પેદા થયો હોવાથી આ અંગે ગ્રોમા સંસ્થા તરફથી નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુને તુરંત ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી છે.
દેશમાં હવાઈ મુસાફરી માટેના ભાડા નક્કી કરવાની સત્તા સરકારના હાથમાં હોવા છતાં સરકાર તેની પર લગામ લગાવી નથી શકી. હાલમાં ઉત્તર પ્રદેશની પ્રયાગરાજમાં આયોજિત હિન્દુઓની આસ્થાનું પ્રતીક અને સનાતન ધર્મની શ્રદ્ધાના પ્રતીક મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજનને ધ્યાનમાં રાખીને બસ અને ટ્રેનની સગવડમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ મહાકુંભ મેળામાં પહોંચવા માટેના શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં લઈને ઘણા લોકો વિમાન દ્વારા ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ ધસારાનો લાભ લઈને એરલાઈન્સ કંપનીઓ દ્વારા લોકોને લૂંટવાનું શરૂ કરી દેવાયું છે, જેને કારણે વિમાન દ્વારા મુસાફરીનાં ભાડાંમાં સામાન્ય દિવસો કરતાં હાલમાં આશરે 7 ગણો વધારો જોવા મળી રહ્યો છે. આ વધતાં ભાડાંને કારણે પ્રયાગરાજ કુંભમેળામાં પહોંચવા માટે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવો રહ્યો છે, કારણ કે સામાન્ય જનતાને આ ભાડું પોસાય તેમ નથી. તેમ છતાં નાછૂટકે મોંઘાં ભાડાં ખર્ચીને જવું પડી રહ્યું છે.
અત્યારે પ્રયાગરાજ તરફ જતી તમામ ટ્રેનો અને બસો હાઉસફુલ છે અને પ્રાઈવેટ વાહનમાં જવા આવવામાં શ્રદ્ધાળુઓનો ઘણો સમય બગડી રહ્યો છે. જો વેપારીઓ તરફથી અનાજના ભાવોમાં નજીવો વધારો થાય તો સરકાર તે દિશામાં તરત જ પગલાં લઇ યોગ્ય કાર્યવાહી કરવાની તૈયારી કરે છે અને કાર્યવાહી કરે પણ છે. તો હાલમાં એરલાઇન્સ કંપનીઓ તરફથી કરવામાં આવેલા હવાઈ મુસાફરીના ભાડાના વિરોધમાં સરકાર તરફથી કોઈ પગલાં શા માટે લેવામાં આવી નથી રહ્યા? આ બાબતને ધ્યાનમાં રાખી સરકાર તરફથી આપ યોગ્ય પગલાં લો તેવી સર્વે આમ જનતા તરફથી વિનમ્ર આવેદન અમે મંત્રીશ્રીને પત્ર લખીને કર્યું છે, એમ ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઇલ સીડ્સ મર્ચન્ટસ એસોસિયેશન – ગ્રોમાના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
