September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

300 એકર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડનો ‘મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ વિકસાવવા માટે મંજૂરી

મહાલક્ષ્મી રેસકોર્સની લગભગ 120 એકર અને મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની 175 એકર જમીનને મેળવીને લગભગ 300 એકર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડનો ‘મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ વિકસાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. મહાલક્ષ્મી રેસકોર્સના પ્લોટ પરની કુલ 211 એકર જમીનમાંથી લગભગ 91 એકર જમીન 30 વર્ષના લીઝ પર આપવાના કરાર પર રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ લિ. સાથે એકનાથ શિંદેની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પરિણામે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર દ્વારા 120 એકર જમીન સંપાદિત કરવામાં આવી છે.

મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે 211 એકર પ્લોટ 100 વર્ષથી વધુ સમયથી રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબ લિ.ને લીઝ કરાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ જગ્યાના લીઝ કરારની મુદત થોડા વર્ષો પહેલા સમાપ્ત થઈ ગયા બાદ, મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક નાગરિક હિતમાં આ પ્લોટનો કબજો મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું હતું. આ માટે સૌથી પડકારજનક પાસું વિવિધ કાનૂની મુદ્દાઓ, વૈધાનિક પડકારો અને વહીવટી મુશ્કેલીઓમાંથી પસાર થવાનું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સૂચના મુજબ મુખ્ય પ્રધાનના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી અને તત્કાલીન પાલિકા કમિશનર ડો. ઇકબાલ સિંહ ચહલ, હાલના કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણી તેમજ ડેપ્યુટી કમિશનર (નાણા) પ્રશાંત ગાયકવાડ અને પ્રોપર્ટી ડિપાર્ટમેન્ટે સમગ્ર મામલાના તલસ્પર્શી અભ્યાસ અને ફોલોઅપ બાદ સૌહાર્દપૂર્ણ ઉકેલ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. પરિણામે મુખ્ય પ્રધાનની કલ્પનાના આંતરરાષ્ટ્રીય ધોરણના ’ મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ને મુંબઈ મનપા વહીવટીતંત્ર હવે સાકાર કરી શકશે.

મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં મહાલક્ષ્મી રેસકોર્સ લીઝની મુદત પૂરી થયા બાદ કુલ પ્લોટમાંથી 120 એકર જમીન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. અને બાકીનો 91 એકરનો પ્લોટ મે. રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ લિમિટેડને લીઝ પર આપવામાં આવશે. આ લીઝ કરાર 1 જૂન 2023 થી 31 મે 2053 સુધીના 30 વર્ષના સમયગાળા માટે છે.

આ લીઝ કરાર પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં મંગળવારે (2 જુલાઈ, 2024)ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ લિમિટેડ વતી કે. એન. ધનજીભોય, ડો. રામ શ્રોફ, દિલીપ ઠક્કર, સેક્રેટરી નિરંજનસિંહ હાજર રહ્યા હતા.

91 એકર રેસ કોર્સ પ્લોટ. રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ લિમિટેડને સોંપ્યા પછી, બાકીની 120 એકર જમીન હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કબજામાં છે. રેસ કોર્સ વિસ્તારને અડીને આવેલા મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં આ 120 એકર જમીન અને 175 એકર જમીન સાથે લગભગ 300 એકર વિસ્તાર પર પાલિકા હવે ન્યૂયોર્ક અને લંડનની તર્જ પર આંતરરાષ્ટ્રીય ધોરણના ‘મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ના વિકાસને વેગ આપશે.

રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ લિમિટેડ પાસેથી પાછી મેળવવામાં આવેલી જમીન પર કોઈપણ પ્રકારનું વ્યાપારી/વ્યાવસાયિક બાંધકામ કરવામાં આવશે નહીં. આ જગ્યાનો ઉપયોગ સાર્વજનિક ઉપયોગ માટેના આંતરરાષ્ટ્રીય સ્તરના સેન્ટ્રલ પબ્લિક પાર્ક વિકસિત કરવા માટે કરવો એવા નિર્દેશ મહારાષ્ટ્ર સરકારના નગર વિકાસ વિભાગે 26 જૂન 2024ના આદેશ હેઠળ આપ્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us