સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે ’શ્રી જલારામ ઉત્સવ મંડળ’ દ્વારા એપીએમસી (APMC) માર્કેટ સ્થિત K-ગલી ગ્રાઉન્ડ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે વેપારી મિત્રો, પરિવારજનો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા, જેના કારણે સમગ્ર માર્કેટ પરિસર ’જય જલારામ’ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.









સર્વે ભક્તો અને મહાનુભાવોના હસ્તે બાપાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં તરબોળ બની ગયું હતું. આરતી બાદ જલારામ બાપાના પ્રિય એવા પરંપરાગત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસાદનો લાભ લેવા માટે એપીએમસી માર્કેટના વેપારીઓ, કામદારો અને આસપાસના વિસ્તારના હજારો ભક્તોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે ’શ્રી જલારામ ઉત્સવ મંડળ’ ના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ ખડેપગે રહીને સુંદર વ્યવસ્થા સંભાળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ વેપારી આલમ અને ભક્તોમાં આ ઉત્સવને લઈને અનેરો થનગનાટ જોવા મળ્યો હતો.


Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


