અટલબિહારી વાજપેયી શિવરી-ન્હાવાશેવા અટલ સેતુની નીચે ઓપ્ટિકલ ફાઈબરનું જાળું લગાડવામાં આવશે. ગર્ડરથી તૈયાર થયેલા આ સીલિન્કના મુખ્ય રસ્તાની નીચેની પોલાણવાળી જગ્યામાં ઓપ્ટિકલ ફાઈબર હશે. દરિયાઈ કે કોઈ પણ પુલ પર આ પ્રમાણે ઓપ્ટિકલ ફાઈબર જાળુ લગાડવાનો દેશનો પ્રથમ પ્રયોગ છે.
21.80 કિલોમીટર લાંબા અને એમાંથી 18.18 કિલોમીટર સમુદ્ર પર રહેલો અટલ સેતુ દેશનો સૌથી લાંબો સીલિન્ક છે. આ પુલ વિવિધ ગર્ડર એકબીજા સાથે જોડીને ઊભો કરવામાં આવ્યો છે. આ ગર્ડર પણ વિવિધ પ્રકારના છે. એમાંથી કેટલાક ગર્ડર પોલાદના તો કેટલાક સિમેન્ટ-કોંક્રિટના છે. સિમેન્ટ-કોંક્રિટના ગર્ડર બોક્સ પદ્ધતિના હોવાથી અંદરથી પોલાણવાળા છે. સીલિન્ક પરનું વરસાદનું પાણી લઈ જતી પાઈપલાઈન, સ્ટ્રીટ લાઈટ્સની લાઈન્સ તથા અન્ય સામગ્રી આ પોલાણમાં મૂકવામાં આવી છે. આ પોલાણમાં હવે ઓપ્ટિકલ ફાઈબરનું જાળુ લગાડવામાં આવશે. એના માટે આ સેતુ બાંધનાર મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે ટેંડર કાઢ્યા છે.

ટેંડર અંતર્ગત સંબંધિત કોન્ટ્રેક્ટરને અટલ સેતુના ગર્ડરના પોલાણમાં 50 મિમી જાડાઈની બે ઓપ્ટિકલ ફાઈબર લાઈન લગાડવાની છે. એ માટે જગ્યાનું લાયસંસ મળશે. એના આધારે અટલ સેતુ પર વાહનચાલકોને ઈંટરનેટની સુવિધા આપી શકાશે. વાહનચાલકો તરફથી વાપરવામાં આવનારા ઈંટરનેટના માધ્યમથી કોન્ટ્રેક્ટરને મહેસૂલ મળશે. એમએમઆરડીએ એના વળતરરૂપે કોન્ટ્રેક્ટર પાસેથી ભાડું વસૂલ કરશે. આ કરાર પાંચ વર્ષ માટે હશે. તેમ જ આ સંબંધી કરાર પછી 60 દિવસમાં આ જાળુ કોન્ટ્ર્રેક્ટરે લગાડવું અત્યંત જરૂરી રહેશે.
12 જાન્યુઆરી 2024ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થનાર અટલ સીલિન્કનો કુલ ખર્ચ 17 હજાર 843 કરોડ રૂપિયા થયો હતો. ઓપ્ટિકલ ફાઈબર કોન્ટ્રેક્ટના માધ્યમથી મળનાર મહેસૂલ અટલ સેતુ બાંધવા માટે કરવામાં આવેલા ખર્ચના ભંડોળને પાછુ આપવા અથવા સીલિન્કના રોજિંદા રિપેરીંગ અને દેખભાળ માટે એમએમઆરડીએ વાપરશે. એ સાથે જ આ રીતે ટેકનિકલ સુવિધાનો ઉપયોગ કરીને મહેસૂલ મેળવવાનું આ મોડેલ અન્ય પાયાભૂત સુવિધાના પ્રકલ્પ માટે દિશાદર્શક બનશે. તેમ જ સ્માર્ટ સિટી અને ડિજિટલ ઈંડિયા જેવા વ્યાપક ધોરણને ઉત્તેજન આપનાર બનશે.

For more details… Contact 9322529232 / 9324483455
