મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. જો કે, શહેરમાં પહેલા જ વરસાદે અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા અને ટ્રાફિક જામ સર્જાતા, તેમજ નાગરિકોને હાલાકીનો સામનો કરવા પડતા, પાલિકાના ચોમાસા માટેની તૈયારીના સર્વ દાવાઓ પોકળ સાબિત થયા હતા.

ચોમાસાના આગમનથી મુંબઈગરાઓને હાલ કાળઝાળ ગરમીથી રાહત થઈ હોવા છતાં,શહેરમાં પહેલા જ વરસાદે મહાપાલિકાના (BMC) તમામ દાવાઓને ખોટા સાબિત કરી દીધા હતા. પાલિકાનું કહેવું હતું કે તેઓ ચોમાસા (Monsoon) માટે તૈયાર છે. જે દાવો પહેલા વરસાદે ખોટો સાબિત કરી દીધો હતો. રવિવારે રાત્રે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથેના વરસાદને કારણે ભાયખલા, પરેલ, દાદર, હિંદમાતા, અંધેરી, દહિસર સહિતના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ અને મોડી રાત સુધી પાણી ભરાવાના કારણે અનેકો કલાક વાહનવ્યવહાર ખોરવાયો હતો.

શહેરમાં દર વર્ષે જે સ્થળોએ પાણી ભરાઈ (water logging) જવાની સમસ્યાઓ છે. તે સ્થળો આ વર્ષે પ્રથમ વરસાદમાં (Rain) જ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં ભાયખલા સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણિયે પાણી ભરાઈ ગયું હતું. તો સ્ટેશનમાંથી બહાર નીકળતી વખતે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરેલ, દાદર, હિંદમાતા વિસ્તારમાં ૧ પણ પાણી ભરાયા હતા. તો પાલિકા તરફથી હિંદમાતા ખાતે બાંધવામાં આવેલી ભૂગર્ભ ટાંકીઓથી ૧ પણ આમાં કોઈ અસર જોવા મળી નથી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us