ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો. માર્કેટમાં જંગી ઘટાડો નોંધાયો હતો.
ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો. માર્કેટમાં જંગી ઘટાડો નોંધાયો હતો. BSE સેન્સેક્સ 1235.08 પોઈન્ટ ઘટીને 75,838.36 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી પણ 320.10 પોઈન્ટ ઘટીને 23,024.65 પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી માત્ર 4 શેર જ લીલા નિશાનમાં રહ્યા હતા. 26માં મોટો ઘટાડો નોંધાયો હતો.
મંગળવારે 21 જાન્યુઆરીએ ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને 1% થી વધુ ઘટ્યા. BSE સેન્સેક્સ ઈન્ટ્રાડે ટ્રેડમાં 1,431.57 પોઈન્ટ અથવા 1.89% ઘટીને 75,641.87 થઈ ગયો. નિફ્ટી 367.9 પોઈન્ટ્સ અથવા 1.60 ટકા ઘટીને 22,976.85 ના સ્તર પર આવી ગયો. 7 જૂન, 2024 પછી આ પ્રથમ વખત છે જ્યારે નિફ્ટી 23,000 ની નીચે ગયો છે. BSEમાં લિસ્ટેડ કંપનીઓની કુલ બજાર કિંમત એક જ ઝાટકે લગભગ રૂ. 5 લાખ કરોડ ઘટી ગઈ. સૌથી વધુ ઘટાડો રિયલ્ટી અને કન્ઝ્યુમર શેરોમાં જોવા મળ્યો હતો. શેરબજારમાં ભય દર્શાવતો ઈન્ડિયા VIX ઈન્ડેક્સ આજે ટ્રેડિંગ દરમિયાન 5% ઉછળ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ બનતાની સાથે જ બજાર આટલું મોટું કેમ ગબડ્યું? તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ પડોશી દેશો પર ટ્રેડ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. જેના કારણે આજે વિશ્વની સાથે ભારતીય બજારમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.
રોકાણકારોએ આજે 7 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીથી રોકાણકારોની રૂ. 7.1 લાખ કરોડથી વધુની સંપત્તિનું નુકશાન થયું છે. કારણ કે BSE- લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન અગાઉના સત્રમાં રૂ. 431.6 લાખ કરોડથી ઘટીને રૂ. 424.5 લાખ કરોડની આસપાસ રહી હતી.
બ્રિક્સ દેશોને નિશાન બનાવતા ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. બ્રિક્સ દેશોમાં ભારતની સાથે બ્રાઝિલ, ચીન, રશિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. ટ્રમ્પે સોમવારે રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળતાની સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ એવા દેશો પર 100 ટકા ટેરિફ લાદવા માગે છે જે આંતરરાષ્ટ્રીય વેપારમાં યુએસ ડોલર પર તેમની નિર્ભરતા ઓછી કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસમાં બોલતા, તેમણે ચેતવણી આપી હતી, “જો કોઈપણ BRICS દેશ … ડીડોલરાઇઝેશન વિશે વિચારે છે, એટલે કે, ડોલર પર તેની નિર્ભરતા ઘટાડવાનું ચાલુ રાખે છે, તો તેને 100% ટેરિફનો સામનો કરવો પડશે.”
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8