મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટેક્સી ચાલકો માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવવાના નિયમનો અમલ હવે વધુ કડક રીતે શરૂ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના આ નિર્ણય બાદ પ્રાદેશિક પરિવહન કાર્યાલયે (આરટીઓ) રાજ્યભરમાં વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરી છે, જેના કારણે પરપ્રાંતીય રિક્ષા ચાલકોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
અગાઉ સરકારે મરાઠી ન બોલી શકતા ડ્રાઇવરોને ભાષા શીખવા માટે થોડો સમય આપ્યો હતો, પરંતુ હવે સીધી કાર્યવાહી શરૂ થતા મામલો રાજકીય અને સામાજિક રીતે ગરમાયો છે.

માહિતી મુજબ, મુંબઈ અને અન્ય શહેરોના મુખ્ય રસ્તાઓ તથા ચોકોમાં આરટીઓ અધિકારીઓની વિશેષ ટીમો તહેનાત કરવામાં આવી છે. આ ટીમો ફક્ત લાઇસન્સ, પરમિટ, વીમા અને અન્ય દસ્તાવેજોની તપાસ જ કરતી નથી, પરંતુ ડ્રાઇવરો સાથે સીધી મરાઠીમાં વાતચીત કરીને તેમની ભાષા સમજવાની અને બોલવાની ક્ષમતાની પણ ચકાસણી કરી રહી છે. મુસાફરો સાથે સરળ સંવાદ થઈ શકે તે માટે આ તપાસને મહત્ત્વપૂર્ણ ગણાવવામાં આવી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
