મુલુંડ કેવીઓ સંસ્થામાં મિટિંગ માટે આવેલ થાણાવાસી મહિલાને બાઈક સવારે અડફેટે લીધી હતી. મુલુંડ (વે) માં ગણેશ ગાવડે રોડ પર આવેલી કચ્છી વિશા ઓશવાલ જૈન સંસ્થામાં મિટીંગ માટે આવેલી થાણામાં રહેતી મીના રાજેશ વીરા (૬૫) નામની મહિલાને એક સ્કુટરસવારે અડફેટે લેતાં મહિલાને હોસ્પિટલાઈઝ્ડ થવાની ફરજ પડી છે. સ્કુટરસવાર ઘટના બાદ ફરાર થઈ ગયો છે.
બનાવની વિગત અનુસાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર મીના રાજેશ વીરા નામની આ મહિલા કે.વી.ઓ. સંસ્થાની મિટીંગમાં હાજરી આપવા માટે ખાસ થાણાથી તા.૧૫-૫-૨૬ના રોજ સવારે ૧૦ કલાકે મુલુંડ આવી હતી. સંસ્થાની મિટીંગ પૂરી થયા બાદ આ મહિલા શાકભાજી લેવા માટે આર.આર.ટી. રોડ સ્થિત ભાજી માર્કેટમાં આવી હતી અને આ મહિલા મહારાષ્ટ્ર દૂધ સંઘ સામેની લાઈનમાં ભાજી લેવા માટે નીચે નમી કે પાછળથી આવેલા એક સ્કુટરસવારે જોરથી આ મહિલાને અડફેટે લેતાં તે રસ્તા પર પડી ગઈ હતી.

તેના ડાબા પગમાં ભારે દુઃખાવો ઉપડતાં માર્કેટમાં રહેલા લોકોએ મહિલાને રિક્શામાં બેસાડી હીરામાઁથી હોસ્પિટલમાં મોકલી આપી હતી. હીરામાઁથી હોસ્પિટલના ડોક્ટરોએ એક્સરે કાઢતા ઓપરેશન કરવું પડશે એમ જણાવ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં મહિલાના પતિ હીરામોંઘી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. તેમણે હીરામોંઘી હોસ્પિટલમાંથી તેમના પત્નીને નેશનલ હોસ્પિટલમાં લઈ આવીને એડમીટ કર્યા છે. તેમણે મુલુંડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સ્કુટર સવાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મહિલાને ડાબા પગમાં પ્લેટ બેસાડવી પડી છે તેમજ અત્યાર સુધીમાં અઢી લાખનો ખર્ચ પણ થઈ ગયો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
