
નવી મુંબઈમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની સેક્ટર-૧૯માં આવેલી કાંદા-બટાટા માર્કેટની એક રેસ્ટોરાંમાં ગઈ રાલે રાતે ૧૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. નવી મુંબઈ પોલીસ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર રાતે ૧૦ વાગ્યાની આસપાસ આ કૉલ આવ્યો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડ, સ્થાનિક APMC પોલીસ-સ્ટેશનનો સ્ટાફ અને નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. જોકે પ્રાથમિક માહિતી મુજબ આગમાં કોઈ જાનહાનિ કે કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
