
થાણે અને નવી મુંબઈ વચ્ચે એલિવેટેડ કોરિડોર
ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઈવ અને બોરીવલી થાણે વચ્ચે અંડરગ્રાઉન્ડ રોડ, વર્સોવા-ભાયંદર કોસ્ટલ રોડ, મુલુંન્ડ-ગોરેગામ લિંક રોડ અને વર્સોવા-મઢ લિંક સામેલ
દેશની આર્થિક રાજધાનનીૂ મુંબઈની વધુને વધુ ગંભીર બની રહેલી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે તેમ જ લોકોની સુવિધા વધારવા માટે મહારાષ્ટ્રના બજેટમાં ૬૪ હજાર કરોડથી વધુ રકમની ફાળવણી કરવામાં આવી છે.
મુંબઈના મોટા ઈન્ફ્રા-પ્રોજેકટસ પાછળ આ રકમ વાપરવામાં આવશે. આમાં મુખ્યત્વે વર્સોવાથી મઢ વચ્ચે બે-બ્રિજના બાંધકામ, મુલુન્ડ ગોરેગામ લિંક રોડ, બોરીવલી અને થાણે વચ્ચે અંડરગ્રાઉન્ડ રોડ, દક્ષિણ મુંબઈમાં ફોર્ટ પાસેના ઓરેન્જ ગેટ અને નમરીન ડ્રાઈવ વચ્ચે ભૂગર્ભ માર્ગ અને વર્સોવા-ભાયંદર વચ્ચે કોસ્ટલ રોડના બાંધકામપાછળ બજેટમાં ફાળવવામાં આવેલી રકમનો ઉપયોગ કરવામાં આવશે. થાણે અને નવી મુંબઈ એરપોર્ટને જોડતો એલિવેટેડ રોડ બૌંધવાનું બજેટમાં સૂચવાયું છે. આને લીધે થાણે, કલ્યાણ, ડોંબિવલી વિસ્તારના લોકોને ઘણો લાભ થશે.

મુંબઈમાં ટ્રાફિક સમસ્યાના મેટ્રો-રેલ પ્રોજેકટ, નવા બ્રિજના બાંધકામ તેમ જ અન્ય યોજનાઓ આગળ વધી રહી છે. ગેટવે-એલિફન્ટા અને ગેટવે-માંડવા વચ્ચે સલામત બોટ પ્રવાસની નીતિ ઘડાશે
મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા અનિે એલિફન્ટા વચ્ચે તેમ જ ગેટવે અને માંડવા (અલિબાગ) વચ્ચે સલામત બોટ પ્રવાસની નીતિ ઘડવામાં આવશે એવી બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. થોડા સમય પહેલાં જ એલિફન્ટાની મોટર લોન્ચ સાથે નેવીની બોટ અ થડાવાથી થયેોલી દુર્ઘટનાનું પુનરાવર્તન ટાળવા માટે સલામત સાગરી પ્રવાસની નીતિ ઘડવાનો સરકારે નિર્ણય કર્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
