કુર્લા બસ ડેપોમાં રવિવારે એક ખાલી એસી ડબલ ડેકર બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું પણ સમયસર ફાયરબિગ્રેડ પહોંચી નહીં શકતા આગમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. તો ડેપોમાં રહેલી અન્ય બસ માટે પણ જોખમ નિર્માણ થયું હતું.મળેલ મુજબ કુર્લા પશ્ર્ચિમ કનકિયા બિલ્ડિંગ નજીક આવેલા બેસ્ટના ડેપોમાં એસી ડબલ ડેકર બસનું મેઈન્ટેન્સનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સાંજે લગભગ ૪.૨૦ વાગ્યાની આસપાસ તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
આગ લાગ્યા બાદ ડેપોમાં આગ બુઝાવવા માટે કોઈ ફાયર સુરક્ષાના સાધનો ન હોવાથી બસમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આખા ડેપોમાં કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો.

ઘટના સ્થળે હાજર રહેલા એક કર્મચારીના જણાવ્યા મુજબ અહીં અંદર ફાયર સેફટીના કોઈ સાધનો નહોતા અને ફાયરબિગ્રેડને ફોન કરી રહ્યા હતા પણ તેમનો નંબર લાગતો ન હોવાથી ખાસ્સો સમય સુધી ફાયરબિગ્રેડ પણ ઘટના સ્થળે પહોંચી શકી નહોતી.
કંટાળીને કર્મચારીઓએ પોલીસને ફોન કરીને ડેપોમાં બસમા આગ લાગી હોવાની જાણ કરી હતા. આ દરમ્યાન આખા ડેપોમાં આગને કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો અને અંદર સ્ફોટ થયો હોવાનો અવાજ પણ આવ્યો હતો. આગ લાગ્યા બાદ થયેલા સ્ફોટને કારણે અંદર રહેલી અન્ય બસ સામે પણ જોખમ નિર્માણ થયું હતું પણ ધુમાડાને કારણે અન્ય બસ પણ બહાર કાઢી શકાય નહોતી.
આગમાં લગભગ આખી બસ બળીને ખાખ થઈ ગયા બાદ ફાયરબ્રિગેડ પહોંચી હતી. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું. જોકે ફાયરબિગ્રેડ આવીને આગ બુઝાવે તે પહેલા આખી બસ બળીને ખાખ થઈ ગઈ હોવાનું ત્યાં હાજર રહેલા કર્મચારીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
