July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

લગ્નમાં પહેરવા પાડોશી પાસેથી 23 લાખના ઘરેણાં લઇ ભાગેલું દંપત્તી ઝડપાયું

વસઇ- વિરારમાં રહેતું વૃદ્ધ દંપત્તી પાડોશીના ૨૩ લાખ રૂપિયા ઘરેણાં લઇને કર્ણાટક ભાગી ગયું હતું. બંનેની ધરપકડ પોલીસે બુધવારે કરી હતી. આ દંપત્તિને લગ્ન પ્રસંગે પહેરવા માટે પાડોશીના ઘરેણાં ઉછીના લીધા હતા.

અચોલે પોલીસે આપેલી માહિતી અનુસાર, વસઇ- વિરારની એવરશાઇન સિટીના નેમિનાથ ટાવરમાં રહેવાસી મહિલાએ ૨૦મી એપ્રિલના રોજ તેમના પડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ વૃદ્ધ દંપત્તિને લગ્ન પ્રસંગમાં પહેરવા માટે ઘરેણાં જોઇતા હતા. મહિલાએ તેમને આપ્યા પણ બાદમાં પાછા આપવાને બગલે દંપત્તી ફરાર થઇ ગયું હતું. 

ફરિયાદી મહિલા સુનંદા કુકદાલના કહેવા મુજબ પોલીસે ચોરીનો કેસ નોંધીને આરોપી સુરેશ રેડ્ડી (ઉં.વ. ૬૭) અને તેની પત્ની અંજુની (ઉં.વ.૫૬) તલાશ ચાલુ કરી હતી. પોલીસે  દંપત્તીને કર્ણાટકના ગાંધીનગરમાંથી શોધી કાઢયું હતું. ત્યાં દંપત્તીના ભાડાના ફ્લેટમાંથી પોલીસને ૧૧ લાખ રૂપિયા રોકડાં અને ઘરેણાં મળી આવ્યા હતા. 

એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ દંપત્તી છેલ્લા કેટલાક મહિનાઓથી વસઇ- વિરારના એવરશાઇન સિટીમાં સ્થાયી થયું હતું. તેમણે પાડોશી સુનંદા કુકદાલ અને તેના પરિવાર સાથે મૈત્રીપૂર્ણ સંબંધ બાંધ્યો હતો. ૧૦મી એપ્રિલે અંજુએ સુનંદા પાસેથી કૌટુંબિક લગ્ન પ્રસંગે પહેરવા માટે તેના દાગીના ઉછીના માંગ્યા હતા. જેની કિંમત ૨૩ લાખ રૂપિયા જેટલી હતી. અંજુને દાગીના ત્રણ દિવસમાં પરત કરવાનું વચન આપ્યું હતું. ૧૦ દિવસ વિત્યા છતાં દંપત્તી  પાછું ન ફરતા સુનંદાને શંકા ગઇ હતી અને તેણે અંજુને ઘણા ફોન કર્યા હતા. પણ અંજુએ એકવાર પણ ફોન ઉપાડયો ન હતો.

પોલીસે પકડાયેલા દંપત્તીની પૂછપરછ કરવા પર રેડી દંપત્તીએ કબૂલ્યુ ંહતું કે તેમણે સુનંદા સહિત અન્ય કેટલાક મિત્રો અને પહેલાં જ્યાં રહેતા હતા ત્યાંના પડોશી સાથે પણ છેતરપિંડી કરી છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે દંપત્તીએ બાકીના લોકો પાસેથી ચોરેલા ઘરેણાં ક્યાં વેંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us