કચ્છી લોહાણા -સ્વ. પાર્વતીબેન પુરૂષોત્તમ સોનાઘેલા, સ્વ. પુરુષોત્તમ ખીમજી સોનાઘેલાના પરપૌત્ર, સ્વ. મંજુલાબેન રમેશચંદ્ર સોનાઘેલા, સ્વ. રમેશચંદ્ર પુરુષોત્તમ સોનાઘેલા કચ્છ ગામ સુથરી (નલિયા) હાલે મુકુંડવાળાના મોટા પુત્ર જિતેન્દ્ર (ઉં. વ. ૬૨) ૫-૧૧-૨૫ના રોજ રામશરણ પામેલ છે. તે તૃપ્તિબેનના પતિ. સ્વ. જયેશભાઈ, દીપક, ચેતના પ્રદીપકુમાર શ્રોતાના મોટા ભાઈ. સ્વ. પાર્થ અને કૃપાલી અક્ષયકુમાર ઠક્કરના પિતાશ્રી. ગં. સ્વ. કમળાબેન અમીચંદ માસ્ટર ગઢશીશાવાળા હાલે ઘાટકોપરવાળાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ડી-૧ ૩૦૩ ઓબરોય સ્પ્લેન્ડર, જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ, જોગેશ્વરી (વેસ્ટ).
મહુવા નિવાસી, હાલ મુલુન્ડ, સ્વ. મંગળજીભાઈ લાલચંદભાઈ શાહનાં સુપુત્ર વિપુલભાઈ (ઉં.વ. ૫૬) તા. ૧-૧૧-૨૫ને શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે દિપ્તીબેનનાં પતિ. વિરાગના પિતા, મોક્ષાનાં સસરા. જીતેન્દ્રભાઈ, પ્રવિણભાઈ, હર્ષદભાઈ, જયશ્રીબેન પ્રવિણભાઈ ઝવેરી, રીટાબેન દિનેશકુમાર શાહ, રેખાબેન ૌશિકભાઈ મહેતા, દિનાબેન જયદિપકુમાર મહેતાના નાનાભાઈ. શ્વસુરપક્ષે સ્વ. વસંતભાઈ વૃજલાલ દિહોરા (પાલીતાણાવાળા)નાં જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૭-૧૧-૨૫ના ૧૦.૦૦ થી ૧૨.૦૦. સમૃદ્ધિ હોલ, મદન મોહન માલવીયા રોડ, ટેલી. એક્સચેન્જની બાજુમાં, મુલુંડ વેસ્ટ.
સિંબર સમવાય ઔદિચ્ય અગિયારસી બ્રાહ્મણ મૂળ ગામ ઉના, હાલ ડોમ્બીવલી, ગિરીશ બળવંતરાય મહેતા (ઉં.વ. ૬૦) તા. ૨/૧૧/૨૫ રવિવારના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. તારાબેન તથા સ્વ. બળવંતરાય લાભશંકર મહેતાના પુત્ર. મહેશ તથા છાયા વિજય ભટ્ટના મોટા ભાઈ. સ્વ. નાનાલાલ દયાશંકર રાવળના જમાઈ. શોભનાબેન (સોનુબેન)ના પતિ. હર્ષિતના મોટા પપ્પા. પૂર્વી મહેશ મહેતાના જેઠ. લૌકિક પ્રથા બંધ છે.
રાધનપુર તીર્થ નિવાસી હાલ ઘાટકોપર, જયેન્દ્રભાઇ કાંતિલાલ ઘેશી (ઉં.વ. ૮૦) અવસાન તા. ૩-૧૧-૨૫ના રાજકોટ મુકામે અવસાન થયેલ છે. તે હંસાબેનના પતિ. સ્વ. દીપાબેન, શીતલબેન અને જીગરના પિતાશ્રી. હિતેશભાઇ, સંજીવભાઈ અને તેજલબેનના સસરા, સુરેન્દ્રનગર નિવાસી મંગળદાસ કપુરચંદ શાહના જમાઈ. રીવા અને શ્રેયના દાદા. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ગામ વટાર હાલ ઘાટકોપર અરૂણભાઈ (હસમુખરાય) (ઉં. વ. ૭૩) તે સ્વ. લીલાવતીબેન મોહનલાલ નાગરજી દેસાઈના પુત્ર. કુસુમબેન જયંતીલાલ મહેતાના જમાઈ. સ્વ. મધુબેન (નાની)ના પતિ. અ. સૌ. ભક્તિ ભાવેશ મીરાણીના પિતા. ધનુબેન, સ્વ. સરોજબેન, ભરતભાઈના ભાઈ. ઉષાબેન, સ્વ. નવનીતભાઈ, મીનાબેન, ભરતભાઈ, ડો. પંકજભાઈના બનેવી ૨-૧૧-૨૫ ને રવિવારે દેહ પરિવર્તન પામ્યા છે.
મૂળગામ દાદરાનગર હવેલી, હાલ માટુંગા રોડ, સ્વ. ઈશ્વરલાલ લક્ષ્મણભાઈ પંચાલ (ઉં.વ. ૮૪) સ્વ. લક્ષ્મણભાઈ પંચાલ અને સ્વ. સરસ્વતીબેન પંચાલના સુપુત્ર. ગં. સ્વ. હેમલતાબેનના પતિ. સ્વ. શશીકાંતભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. મણીબેન, સ્વ. હંસાબેન, સ્વ. અરુણાબેન, ગં. સ્વ. મીનાક્ષીબેનના ભાઈ. સ્વ. કલ્યાણજીભાઈ લ. પંચાલ અને સ્વ. ગંગુબેન પંચાલના જમાઈ. મનિપ, રાકેશ અને દિનેશના પિતાશ્રી. શીતલ, મનીષા, સ્નેહલના સસરાજી. બુધવાર, તા. ૨૯/૧૦/૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૬/૧૧/૨૫ના ૪.૦૦ થી ૬.૦૦. કસ્તુરબા હૉલ, સેનાપતિ બાપટ માર્ગ, સ્ટેશનની સામે, માટુંગા રોડ પશ્ચિમ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
