ઘોઘારી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન – કુકડ નિવાસી હાલ મુલુંડ સ્વ. જયંતભાઇ દ્વારકાદાસ મહેતા (બહુડુક)ના ધર્મપત્ની રેખાબેન જે. મહેતા (ઉં. વ. ૭૪) તા. ૧૯-૧૦-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે મમતાબેન અને વિપુલભાઇના માતુશ્રી. રાજેશભાઇ અને જાગૃતિના સાસુ, પિયરપક્ષ સ્વ. રસીકલાલ હરીલાલ પારેખ (ભાવનગરવાળા)ની દીકરી. દિનેશભાઇ, નરેશભાઈના બેન. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. બી-૧૦, ભાગ્યોદય સોસાયટી, વાલજી લધા રોડ, કસ્તુરબા ક્રોસ રોડ, મુલુંડ (વેસ્ટ).
શેરડીના અ.સૌ. હેમલતાબેન હરિયા (ઉ.વ. ૬૭) ૧૮-૧૦-૨૫ના અવસાન પામેલ છે. માતુશ્રી મક્કાબાઈ કાનજી ધરમશીના પુત્રવધૂ. દિનેશભાઈના પત્ની. મોનિકા, નયનના મમ્મી. માપરના રતનબેન ભવાનજી ગેલા ગડાના સુપુત્રી. માપરના વસંત, કેતન, ચેતન, ગઢશીશાના કુંજલતા ડુંગરશી, રામાણીયાના ટીના કીર્તિના બેન. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : દિનેશ હરિયા, ૧૨, શર્મિલા એ વિંગ, મંદાકિની સીએચએસ, મોડલ ટાઉન, મુલુંડ (વે), મું.૮૦.
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર, ચૈતન્ય પ્રતાપરાય ભટ્ટ (ઉં.વ.૬૯) શુક્રવાર તા. ૧૭/૧૦/૨૦૨૫ નાં રોજ કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. જશુમતિ પ્રતાપરાય ભટ્ટનાં પુત્ર. તે સ્વ.મીતાબેન ચૈતન્ય ભટ્ટનાં પતિ શ્યામ અને અવનીનાં પિતાશ્રી. વરૂણ અને નિકિતાનાં સસરા, હિદાંશનાં દાદા ધારી નિવાસી સ્વ. ધીરજલાલ મણિશંકર ઠાકરનાં જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી.
સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ વિજયભાઈ લહેરચંદ દોશીના ધર્મપત્ની અ.સૌ. જ્યોતિબેન વિજયભાઈ દોશીનું દેહ પરિવર્તન થયેલ છે, (ઉ.વ.૭૦)૧૯.૧૦.૨૫ના રોજ તે પ્રતીક વિજયભાઈ દોશીના માતુશ્રી. નિધિ પ્રતીક દોશીના સાસુજી. આરિકા પ્રતીક દોશીના દાદી. પિયરપક્ષે સ્વ. હસમુખભાઈ કગથરા, સ્વ. વિરેનભાઈ, યોગેશભાઈ, હિરેનભાઈ, સ્વ. જસવંતીબેન, સ્વ નિમુબેન શાહ અને ચંદ્રિકાબેન શાહના બહેન તે નરેન્દ્રભાઈ, ભરતભાઈ, શૈલેષભાઈ, જયેશભાઇ, ભાવનાબેન બાવીશી અને જાગૃતિબેન ધોળકિયાના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાજકોટ નિવાસી હાલ ચેંબુર મુકેશ શાંતિલાલ મહેતા (ઉં. વ. ૬૮) તા. ૧૬-૧૦-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શાંતિલાલ હરીમંગળદાસ મહેતા તથા સ્વ. કમળાબેન શાંતિલાલ મહેતાના પુત્ર. નયનાબેનના પતિ. શ્રદ્ધા તથા અભિજીતના પિતા. કેતન, સેજલના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
નાની તુંબડીના માતુશ્રી મણીબેન કાનજી સંગોઈ (ઉ.વ.૧૦૦) શનિવાર તા. ૧૮-૧૦-૨૫. અરિહંત શરણ પામેલ છે. પરમાબેન ધારશી શવરાજના પુત્રવધૂ. કાનજી ધારશીના પત્ની. સ્વ. આરતી (વિમળા), રમીલા, સ્વ કિશોરના માતુશ્રી.ગંગાબાઈ ખેતશી ગાલાના સુપુત્રી. સ્વ. સુરજી (વેલજી) રાયણ મંજુલા શાંતિલાલના બેન. પુનડી વેજબાઈ તેજશી પૂંજાના દોહિત્રી. તુંબડી ભાણભાઈ પ્રેમજી, મેઘબાઈ પુનશી, લક્ષ્મીબેન હીરજીના દેરાણી. કસ્તુરબેન ચનાભાઈ, લક્ષ્મીબેન નાનજીના જેઠાણી. પ્રાર્થના રાખેલ નથી. ઠે, નિ.હંસા કિશોર સંગોઈ. ૩૦૪ સાઈ એવેન્યુ, નવઘર રોડ, મુલુંડ (ઇ.) મું. ૮૧.
કરાચીવાળા હાલ મુલુંડ કિશોર જેઠાલાલ રાચ (ઉ. વ. ૮૬) તે રસીલાબેન રવજીભાઇ ખાખરીયાના પતિ. તે જયંતીલાલ, પૂર્ણિમા દતાણીના ભાઇ. સ્વ. દિપેશ, પિયુષ, હેતલ બદીયાણીના પિતા. રીતીકા બદીયાણીના નાના. જશ, પુનિતના દાદા. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
