કચ્છી લોહાણા-
અ. સૌ. શારદાબેન પોપટ (ઉ. વ. ૭૭) ગામ મોટી ભાડઈ, હાલે મુલુંડ તે જીતેન્દ્ર (નરેન્દ્ર) ઓધવજી પોપટના ધર્મપત્ની. તે બચ્ચુંબાઈ ઓધવજી પોપટના પુત્રવધૂ. ધ્રુવના માતુશ્રી. પ્રાતપસિંહ (શંકરભાઈ)ના નાના ભાઈના ધર્મપત્ની. પુષ્પાબેન કરસનદાસ પંડિતપુત્રા, વિજયાબેન પંઢરી તાયડેના ભાભી. સાકારબાઈ નારાયણજી દક્ષિણીના પુત્રી ૯-૯-૨૫ના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૦-૯-૨૫ના ૫ થી ૬.૩૦. શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પાવાની હોલ, આર.આર.ટી. રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા – રજનીકાંત દયાલજી ઠક્કર (ધીરાવાણી) તા. ૮-૯-૨૫ના માટુંગા મુકામે શ્રીજીચરણ થયેલ છે. તે સ્વ. જેમભાઈ દયાલજી ઠક્કર (ધીરાવાણી) ગામ કચ્છ કોઠારાના પુત્ર. સ્વ. નારાયણદાસ, સ્વ. ચત્રભુજ, સ્વ. રામચંદ્ર, સ્વ. લક્ષ્મીદાસના ભાઈ. સ્વ. લક્ષ્મીબેન વિઠ્ઠલદાસ ગંધા, પુષ્પા કમલેશ બડિયાના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મુંબઈ નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. જીતેન્દ્રભાઈ ભાનુપ્રસાદ દેસાઈના ધર્મપત્ની જયાબેન (ઉં. વ. ૮૩) તે ભાવના સુનીલ બને, સ્વ. દર્શન, નિમિષ અને ચિંતનના માતુશ્રી. લીનાના સાસુજી, રક્ષાબેન રાજેન શાહના ભાભી. સ્વ. સાકરબેન રામજી લક્ષ્મીપ્રસાદ સોમૈયાના પુત્રી. સ્વ. વલ્લભદાસ ભરત, સ્વ. કમળાબેન રતનશી, અરૂણા જમનાદાસ, મૃદુલા રમેશના બેન ૬-૯-૨૫ના સ્વર્ગવાસ થયેલ છે.
ઊંટવડ નિવાસી હાલ મુંબઈ, કૃતિલાલ રાયચંદ ધ્રુવ (ઉ.વ.૮૭) તે અંજનાબેનના પતિ. અ. સૌ. ભાવિશા પરાગ રઘાણી, અ. સૌ. દિપાલી રાહુલ સાંગાણી, અ. સૌ. બીના ઉમંગ માંડવીયાના પિતાશ્રી. શ્રીયા, મહેક, જનયના નાના. સ્વ. સુરેશભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. મુક્તાબેન (નીતાબેન) નવીનચંદ્ર શાહ, સ્વ. જ્યોતિબેન હરિતકુમાર મહેતાના ભાઈ. સ્વર્ગસ્થ મથુરાદાસ રૂગનાથ જનાણીના જમાઈ, ગુરૂવાર, તા. ૦૪/૦૯/૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એ -૫/૨૦૨, શંખેશ્વર નગર, માનપાઙ રોડ, ક્રોમા સ્ટોરની સામે, ડોમ્બિવલી (ઇસ્ટ).
વડાલા હાલે ભાંડુપના હરીલાલ દામજી સોની (ઉં. વ. ૭૧) તા. ૮-૯-૨૫ના અવસાન પામેલ છે. સ્વ. ધારશી ભારમલના પૌત્ર સ્વ. જેઠીબાઇ દામજીના સુપુત્ર. સ્વ. ધનજી, સ્વ. નાનબાઇ, સ્વ. ઝવેરબેન, વસંત, સ્વ. વલમજી, નેમજી, લક્ષ્મીચંદના ભાઇ. મોંઘીબાઇ શીવજી જેગસંગના દોહીત્ર પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : નેમજીભાઇ સોની, શ્રીનાથ ધામ હા.કો.સો., સી/૨૦૧, મદ્રાસ કેફે હોટલની પાછળ, સ્ટેશન રોડ, ભાંડુપ (વેસ્ટ).
તલવાણાના સુશીલાબેન રતનશી દેવરાજ પોલડીયા (ઉ. વ. ૭૮) તા. ૮-૯-૨૫ના અવસાન પામેલ છે. ઉમરબાઇ દેવરાજ નાગશીના પુત્રવધૂ. રતનશી દેવરાજના ધર્મપત્ની. પરેશ, ચેતન, મનીષના માતુશ્રી. બિદડાના દેવકાબેન ગાંગજી ગડાના પુત્રી. લક્ષ્મીબેન (બચુડી)ના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : મનીષ રતનશી, ફલેટ નં. ૧૫૦૬, રાજશ્રી પથ, પંતનગર, પોસ્ટ ઓફિસની સામે, ઘાટકોપર (ઇસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
