શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે ગુરુવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા અને પાલિકાની ચૂંટણીઓ માટે ઈન્ડિ અથવા મહા વિકાસ આઘાડી (એમવીએ) જેવા ગઠબંધનોની આવશ્યકતા નથી. રાજ્યસભાના સભ્ય અહીં મીડિયા સાથે વાર્તાલાપ દરમિયાન પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે એમવીએ અને લોકસભાની ચૂંટણી માટે ઈન્ડિ બ્લોકની રચના કરવામાં આવી હતી. પાલિકા ચૂંટણીઓની વાત આવે ત્યારે આવા ગઠબંધનની કોઈ જરૂર રહેતી નથી, એમ તેમણે કહ્યું હતું. દેશભરમાંથી લગભગ બે ડઝન પક્ષો ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ફ્લુઝિવ એલાયન્સ (ઈન્ડિ ગઠબંધન)નો ભાગ છે, જ્યારે એમવીએમાં કોંગ્રેસ, સેના (યુબિટી) અને એનસીપી (એસપી)નો સમાવેશ થાય છે.

રાઉતે મુંબઈ અને અન્ય શહેરોમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સેના (યુબીટી) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વચ્ચે સંયુક્ત ચૂંટણી માટે લોકોની લાગણીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
For more details… Contact 9322529232 / 9324483455
