ચોમાસાની ઋતુમાં શરદી, ઉધરસથી લઈ ગંભીર બીમારી ફેલાવાનું જોખમ અનેકગણું વધી જાય છે. આ સમયે સ્વસ્થ રહેવા માટે એવી વસ્તુઓ ખાવી-પીવી જોઈએ જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે. ચોમાસામાં કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવો ફાયદાકારક રહે છે. આ ઉકાળો કેવી રીતે બને અને તેનાથી થતા લાભ વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણકે ચોમાસા દરમિયાન ઘણી બધી બીમારીઓ ફેલાવવાનું જોખમ વધી જાય છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને ગરમીથી રાહત મળે છે પરંતુ આ સમયે સંક્રમણ અને બીમારીઓ ફેલાવવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે. ચોમાસાની ઋતુમાં શરદી, ઉધરસ, વાયરલ ફીવર, ફ્લુ, સ્કિન ઈનફેકશન અને પાચન સંબંધિત સમસ્યા ઝડપથી વધે છે. આ સમયે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે તે જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચોમાસાની ઋતુમાં કાળા મરી અને તુલસીનો કાઢો પીવો ફાયદાકારક સાબિત થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર વરસાદની ઋતુમાં પ્રાકૃતિક ઔષધીઓ શરીરનું રક્ષા કવચ બની જાય છે. આવી જ ઔષધી છે તુલસી અને કાળા મરી. તુલસી અને કાળા મરીથી બનેલો કાઢો શક્તિશાળી મિશ્રણ છે જે શરીરને ચોમાસામાં ફેલાતા સંક્રમણથી લડવામાં મદદ કરે છે. આ ઉકાળો પીવાથી ઘણી બધી બીમારીઓથી શરીર બચી જાય છે. ચોમાસામાં તુલસી અને મરીનો ઉકાળો પીવાથી કયા ફાયદા થાય છે જાણીએ.
તુલસી અને મરીનો ઉકાળો પીવાથી થતા ફાયદા
1. તુલસી અને કાળા મરી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ઔષધી ગણાય છે. તુલસી અને મરી શરીરની રોગ પ્રતિકારક શક્તિને બુસ્ટ કરે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે જેના કારણે વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ ઘટી જાય છે.
2. ચોમાસામાં શરદી અને ઉધરસ થવા સામાન્ય વાત છે વરસાદમાં પલળી જવાથી અને ઠંડી હવા લાગવાથી શરદી, ઉધરસ અને ગળામાં તકલીફ થઈ શકે છે. આ સમસ્યામાં તુલસી અને મરીનો ઉકાળો ફાયદાકારક સાબિત થશે.
3. વરસાદી ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી જાય છે અને તેના કારણે પણ બીમારીનું જોખમ અનેક ઘણું વધે છે. તુલસી નિયમિત રીતે ચોમાસામાં લેવાથી પ્લેટલેટ્સની સંખ્યા વધારવામાં મદદ મળે છે. આ કાઢો મચ્છરથી ફેલાતા સંક્રમણ સામે પણ શરીરને સુરક્ષિત રાખે છે.

4. તુલસી અને કાળા મરી બંને પાચન માટે લાભકારી હોય છે. મરી અને તુલસી પાચન રસોને સક્રિય કરે છે જેના કારણે ગેસ, એસિડિટી, પેટમાં દુખાવો, અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે.
કેવી રીતે બનાવવો તુલસી અને મરીનો ઉકાળો ?
સૌથી પહેલા એક વાસણમાં બે કપ પાણી ઉકાળો. પાણીમાં પાંચ કાળા મરીના દાણા અને છ થી સાત તુલસીના પાન ઉમેરો. સાથે જ તેમાં આદુ અને ચાર લવિંગ ઉમેરી દો. પાણીને બરાબર ઉકાળો અને એક કપ જેટલું બચે એટલે ગેસ બંધ કરી પાણી ગાળી લો. આ ઉકાળો હુંફાળો ગરમ હોય ત્યારે તેમાં મધ ઉમેરીને પીવો જોઈએ.

For more details… Contact 9322529232 / 9324483455
