ચૂંટણી અને વસતિ ગણતરીનું કામ શિક્ષકો માટે અનિવાર્ય છે એમ મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોક્કલિંગમે ગયા અઠવાડિયે સ્પષ્ટ કર્યું હતું. તેમના વક્તવ્ય પછી ચૂંટણીના અતિરિક્ત કામ માટે નિમેલા શિક્ષકોમાં નારાજગી છે. આ કામના લીધે શિક્ષકોના માનસિક આરોગ્ય પર અસર થઈ રહી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને ભણાવવા પર પણ અસર થાય છે એમ શિક્ષકોનું જણાવવું છે.
સરકારના આ નિર્ણય વિરુદ્ધ આગામી 18 જુલાઈના પ્રહાર શિક્ષક સંગઠને આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. તેમ જ તેમણે સૂચવેલા મુદ્દાઓનો વિચાર કરવાની માગણી આંદોલનમાં કરવામાં આવશે. મતદારયાદીઓ અદ્યતન કરવાના કામની પૂર્વતૈયારી માટે મતદાન કેન્દ્રસ્તરીય અધિકારીઓની (બીએલઓ) નિમણુક કરવામાં આવી છે. એમાં મુખ્યત્વે શિક્ષકોની નિમણુક કરવામાં આવી છે.

આ કામ તેમણે મૂળ આસ્થાપનાનું કામકાજ સંભાળીને ઓનલાઈન પદ્ધતિથી કરવાનું છે. એના લીધે શિક્ષકો અને શિક્ષક સંગઠનમાં નારાજગી છે. શિક્ષકોને આપવાનું આવેલું બીએલઓનું કામ કરવાનો આદેશ પાછો ખેંચીને તેમને ચૂંટણીના કામમાંથી મુક્તિ આપવી એવી માગણી પ્રહાર સંગઠને કરી હતી. માગણી માન્ય નહીં થાય તો આંદોલન કરવામાં આવશે એવો ઈશારો સંગઠને આપ્યો હતો. શિક્ષકોને બીએલઓ તરીકે આપેલા કામનો આદેશ રદ કરવો શક્ય ન હોય તો સંગઠને સૂચવેલા મુદ્દાઓનો વિચાર કરીને તેમની પર ચૂંટણીના કામની જવાબદારી સોંપવી એવી માગણી પ્રહાર સંગઠને કરી છે.
પહેલાં ચૂંટણીનું કામ કરનારા શિક્ષકોને બાકાત રાખીને બીજા નવા શિક્ષકોની નિયુક્તી કરવી, કાર્યાલય નજીક કામનો આદેશ આપવામાં આવે, શિક્ષકોને ગયા વખત પ્રમાણે બે દિવસ બીએલઓ કામ તો ચાર દિવસ સ્કૂલનું કામકાજ આપવામાં આવે, શિક્ષકોને કાર્યમુક્ત કરવાના ન હોવાથી કોઈ કર્મચારીનું એરિયાની મુલાકાત દરમિયાન સારુ-ખરાબ થાય તો એની જવાબદારી કોની એ બાબતે સ્પષ્ટતા કરવી, શૈક્ષણિક કામકાજ સંભાળીને મતદાન કેન્દ્રસ્તરીય અધિકારીએ અતિરિક્ત કામ કેવી રીતે કરવું એ બાબતે વિશેષ માર્ગદર્શન કરવું, જેવા વિવિધ મુદ્દાઓનો વિચાર કરવાની માગણી પ્રહાર શિક્ષક સંગઠને સરકાર સમક્ષ કરી છે.

For more details… Contact 9322529232 / 9324483455
