કાંદિવલી-વેસ્ટમાં લાલજી પાડા, ન્યૂ લિંક રોડ પાસે 57 માળની બહુમજલી સિદ્ધ સીબ્રૂક ઈમારતમાં રહેતી એક ગુજરાતી ટેલિવિઝન સિરિયલ અભિનેત્રીના 14 વર્ષના પુત્રએ બુધવારે સાંજે આત્મહત્યા હતી. ગુરુવારે પોલીસે જણાવ્યું હતું કે, તેની માતાએ તેને ટ્યુશન ક્લાસમાં જવા માટે દબાણ કર્યું હતું, જે પછી પુત્રએ ઈમારત પરથી કૂદકો માર્યો હતો, પરંતુ આ ઘટનાનો કોઈ પ્રત્યકદર્શી ન હોવાથી ખરેખર કેટલામા માળથી કૂદ્યો તે જાણી શકાયું નહોતું. ઈમારત પરથી કિશોરે કૂદકો માર્યા પછી મોટો અવાજ આવ્યો. આથી ત્યાં આસપાસ હાજર રહેવાસીઓ અને ચોકીદાર ત્યાં દોડી ગયા હતા, જ્યાં કિશોરના માથા પર ગંભીર ઈજા સાથે લોહીલુહાણ હાલતમાં જોયો હતો.

થોડી વાર પછી ચોકીદાર ઘરે પહોંચ્યો અને માતાને જાણ કરી કે તેનો પુત્ર ઈમારત પરથી પડી ગયો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિવારના નિવેદનમાં કશું શંકાસ્પદ જણાયું નથી. કિશોર અભિનેત્રીનો એકમાત્ર પુત્ર હતો. અભિનેત્રીએ થોડાં વર્ષ પૂર્વે પતિને સાથે છૂટાછેડા લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં તે ફિલ્મ સાથે સંકળાયેલા વ્યક્તિ સાથે અહીં 51મા માળ પર લીવ-ઈન રિલેનશિપમાં રહે છે.
કાંદિવલી પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી, અમને કોઈ પણ પ્રકારની શંકાસ્પદ બાબત જણાઈ નથી. આત્મહત્યાની ઘટનાનો કોઈ સાક્ષી ન હોવાથી, અમે શક્ય તેટલા તમામ પાસાંની તપાસ કરી રહ્યા છીએ.

For more details… Contact 9322529232 / 9324483455
