બે પોલીસ કોન્સ્ટેબલોના કથિત ત્રાસથી કંટાળી બિલ્ડરે આત્મહત્યા કરી હોવાની ઘટના નાલાસોપારામાં બની હતી. આત્મહત્યા પૂર્વે બિલ્ડરે ચિઠ્ઠી લખી હતી, જેમાં બન્ને કોન્સ્ટેબલો આત્મહત્યા માટે જવાબદાર હોવાનું નોંધ્યું હતું. નાલાસોપારામાં કથિત આપઘાત કરનારા બિલ્ડરની ઓળખ જયપ્રકાશ ચૌહાણ તરીકે થઈ હતી. ચૌહાણે નાલાસોપારા પૂર્વના સંયુક્ત નગર ખાતેની ઓમ શ્રી દર્શન બિલ્ડિંગના પુનર્વિકાસનું કામ હાથ ધર્યું હતું. બાંધકામ માટે પોલીસ કોન્સ્ટેબલ શ્યામ શિંદેએ સગાંસંબંધીઓ પાસેથી મેળવીને ૫૦ લાખ રૂપિયાનું ફાઈનાન્સ કર્યું હતું.

એક વર્ષમાં જ આ રકમ ડબલ કરી આપવાના આશ્વાસન પર કોન્સ્ટેબલે નાણાં આપ્યાં હતાં અને જામીન તરીકે ચાર ફ્લૅટનો તાબો લખાવી લીધી હતો, એવું સૂત્રોએ જણાવ્યું હતું. ઈમારતના બાંધકામને વર્ષ વીત્યું હોવાથી શિંદેએ તેનાં નાણાં પાછાં માગ્યાં હતાં. શિંદે વતી તેના મિત્ર કોન્સ્ટેબલ રાજેશ મહાજન અને મધ્યસ્થી કરનારા લાલા લજપતે વારંવાર ચૌહાણ પાસે રૂપિયાની માગણી કરી હતી. કહેવાય છે કે ચૌહાણે ૩૨ લાખ રૂપિયા ચૂકવ્યા પણ હતા, પરંતુ બાકીની રકમ માટે બિલ્ડરને કથિત ત્રાસ અપાતો હતો. આ બિલ્ડિંગ અમારી છે. તું બિલ્ડિંગ નહીં છોડે તો ખોટા કેસમાં સંડોવવાની ધમકી શિંદેએ આપી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. પોલીસના ત્રાસથી કંટાળીને જ ચૌહાણે પુત્રના ઘરે સીલિંગ ફૅન સાથે ગળાફાંસો ખાધો હતો. આ બાબતનો ઉલ્લેખ ચૌહાણે સુસાઈડ નોટમાં કર્યો હતો.

For more details… Contact 9322529232 / 9324483455
