કોલાબા-બાન્દરા-સીપ્ઝ-આરે અંડરગ્રાઉન્ડ મેટ્રો 3 રૂટ પરના બે મેટ્રો સ્ટેશનમાં ટૂંક સમયમાં વિવિધ પ્રકારની દુકાન, રેસ્ટોરંટ, ખાદ્યપદાર્થોના સ્ટોલ, એટીએમ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે. બીકેસી અને એરપોર્ટ ટી2 મેટ્રો સ્ટેશન પરની જગ્યાનો વ્યવસાયિક ઉપયોગ કરવાના મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના નિર્ણય અનુસાર આ સ્ટેશનમાં વિવિધ પ્રકારની દુકાન શરૂ કરવામાં આવશે. એના માટે એમએમઆરસી અને ઈંડિયા રિટેલ એન્ડ હોસ્પિટાલિટી પ્રા.લિ. કંપની વચ્ચે તાજેતરમાં એમઓયુ કરવામાં આવ્યો છે.
હવે આગળની કાર્યવાહી શરૂ કરીને આગામી બે મહિનામાં આ બંને સ્ટેશનમાં દુકાન શરૂ કરવામાં આવશે. આ દુકાનો શરૂ થશે તો પ્રવાસીઓ મેટ્રો પ્રવાસ સાથે ખરીદી કરી શકશે. સ્ટેશનમાં જ તેમના ખાણીપીણીની સગવડ થઈ જશે.
એમએમઆરસીએ 33.5 કિલોમીટર લાંબો અંડરગ્રાઉન્ડ મેટ્રો-3 રૂટ બાંધ્યો છે. આ રૂટનો આરેથી બીકેસી તબક્કો ઓક્ટોબર 2024માં અને બીકેસીથી આચાર્ય અત્રે ચોક માર્ગ તબક્કો મે 2025માં પ્રવાસીઓ માટે શરૂ થયો હતો. આ રૂટને હજી જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નથી.

જો કે ધીમે ધીમે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે એમ એમએમઆરસી જણાવે છે. પ્રવાસીઓની સંખ્યા વધે અને તેઓ ખરીદી કરી શકે, તેમના ખાવાપીવાની સગવડ થાય એ માટે 27 અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનની લગભગ 1.3 લાખ સ્કવેર ફૂટ જગ્યાનો ઉપયોગ વ્યવસાયિક જગ્યા તરીકે કરવાનો નિર્ણય આ પહેલાં જ એમએમઆરસીએએ લીધો છે. એ અનુસાર આ જગ્યાઓ વિવિધ કંપનીઓને ભાડે આપવામાં આવી છે.
પ્રવાસીઓની સગવડ સાથે જ ટિકિટ અને અન્ય માધ્યમો દ્વારા મહેસૂલ મેળવવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમએમઆરસીને એનાથી ઘણું મહેસૂલ મળ્યું છે. આ જગ્યા ભાડે આપ્યા બાદ હવે એનો વ્યવસાયિક ઉપયોગ શરૂ કરવાની દષ્ટિએ એમએમઆરસી પગલાં ભરે છે. એ અનુસાર બીકેસી અને એરપોર્ટ ટી2 મેટ્રો સ્ટેશનમાં દુકાન શરૂ કરવા માટે તાજેતરમાં આઈઆરએચપીએલ સાથે કરાર કરવામાં આવ્યાની માહિતી એમએમઆરસીના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.
બીકેસી અને એરપોર્ટ ટી2 મેટ્રો સ્ટેશનમાં 35 ઠેકાણે 32 હજાર સ્કવેર ફૂટ જગ્યાનો વ્યવસાયિક ઉપયોગ કરવામાં આવશે. આગામી બે મહિનામાં આ દુકાન શરૂ કરવાનું નિયોજન છે એમ અધિકારીએ જણાવ્યું. તેમ જ એના લીધે પ્રવાસીઓની સંખ્યા વધારવામાં મદદ થશે એવો વિશ્વાસ એમએમઆરસીને છે. દરમિયાન આ સ્ટેશન સહિત અન્ય 15 મેટ્રો સ્ટેશનમાં પણ દુકાન શરૂ કરવાની દષ્ટિએ કાર્યવાહી કરવામાં આવશે. એના માટે ટૂંક સમયમાં જ કરાર કરવામાં આવશે.

For more details… Contact 9322529232 / 9324483455
