ત્રણ દિવસની બાળકીને બાસ્કેટમાં મૂકી રસ્તા પર છોડી દેવાની ઘટનાના બે દિવસમાં જ નવી મુંબઈમાં ફરી બાળકને ત્યજી દેવાની ઘટના બની હતી. લોકલ ટ્રેનમાંથી ઊતરવામાં મદદ કરવાને બહાને કૉલેજની વિદ્યાર્થિનીઓને પંદર દિવસનો બાળક સોંપી એક મહિલા રફુચક્કર થઈ જતાં પોલીસે તેની શોધ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની બપોરે હાર્બર લાઈનના જુઈનગર સ્ટેશન પાસે બની હતી. કૉલેજની બન્ને વિદ્યાર્થિની છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ જવા માટે લોકલ ટ્રેનમાં બેઠી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે પંદર દિવસના બાળક સાથે ટ્રેનમાં ચઢેલી મહિલાએ કૉલેજની વિદ્યાર્થિનીને જુઈનગર સ્ટેશને ઊતરવામાં મદદ કરવાની વિનંતી કરી હતી. ટ્રેન જુઈનગર સ્ટેશન નજીક પહોંચી ત્યારે મહિલા બાળકને લઈ સીટ પરથી ઊભી થઈ હતી.

For more details… Contact 9322529232 / 9324483455
