ચોમાસામાં ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હેલ્ધી રહીને વરસાદી વાતાવરણની મજા માણવી હોય તો આ 3 દાળ ખાવાનું ટાળવું.
કાળઝાળ ગરમીથી મુક્તિ અપાવતું ચોમાસું શરુ થઈ ગયું છે. આ ઋતુમાં ગરમીથી તો છુટકારો મળી જાય છે પરંતુ સાથે જ કેટલીક સાવધાની વધારે રાખવી પડે છે. ખાસ કરીને ચોમાસામાં ખાવા-પીવામાં ખાસ તકેદારી રાખવી પડે છે. આયુર્વેદમાં જણાવાયું છે કે ચોમાસા દરમિયાન કેટલીક વસ્તુઓ ખાવાનું બંધ કરવું જોઈએ. વરસાદી વાતાવરણમાં આ વસ્તુઓ પાચન ખરાબ કરી શકે છે. ખાસ કરીને કેટલીક દાળ ચોમાસામાં ખાવી નહીં.
ચોમાસુ શરુ થાય એટલે 3 દાળ ખાવાનું બંધ કરી દેવું અથવા તો શક્ય હોય એટલી ઓછી ખાવી. આ દાળ પાચન ખરાબ કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ કઈ દાળ ચોમાસામાં ખાવાનું ટાળવું.

અડદની દાળ
અડદની દાળ ચોમાસામાં ખાવી નહીં. આ દાળ પચવામાં ભારે હોય છે અને ડાયજેશન ખરાબ કરી શકે છે. ચોમાસામાં તેને ખાવાનું ટાળવું. ખાસ કરીને રાતના સમયે તો ભુલથી પણ આ દાળ ખાવી નહીં. રાત્રે આ દાળ ખાવાથી ખાટા ઓડકાર, પેટમાં બળતરા, પાચનની સમસ્યા, બેચેની થઈ શકે છે. આ દાળ શરીરમાં પિત્ત વધારી શકે છે.
ચણાની દાળ
ચણાની દાળ પણ ચોમાસામાં ખાવી નહીં. ચણાની દાળમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જે સરળતાથી પચતું નથી. તેથી ચોમાસામાં ચણાની દાળ ભુલથી પણ ખાવી નહીં.
કુલથી
કુલથીની દાળ હેલ્ધી અને પોષ્ટિક ગણાય છે પરંતુ ચોમાસામાં આ દાળ ન ખાવી. આ દાળ સ્ટોન તોડનાર દાળ પણ કહેવાય છે પરંતુ ચોમાસામાં આ દાળ પણ ખાવાનું ટાળવું. આ દાળ ખાવાથી પેટ અને પાચન સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે. આ દાળ સિવાય ચોમાસામાં રાજમા પણ ખાવાનું ટાળવું જોઈએ.

For more details… Contact 9322529232 / 9324483455
