રાજકુમાર રાવે પોતે સૌરવ ગાંગુલીની બાયોપિક કરી રહ્યો હોવાનું કન્ફર્મ કર્યું છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે સ્વીકાર્યું હતું કે પોતે આ બાયોપિક માટે તૈયારી શરુ કરી દીધી છે.
રાજકુમાર રાવ બાયોપિક જોનરમાં ટાઈપકાસ્ટ થઈ ગયો છે. સૌરવ ગાંગુલીની જીવનકથા તેની સાતમી બાયોપિક હશે. આ પહેલાં તે બોસ, શ્રીકાન્ત, અલીગઢ, ઓમેર્તા અને ચિટ્ટગોંગ સહિતના બાયોપિક પ્રોજેક્ટ કરી ચૂક્યો છે. હજુ ઉજ્જવલ નિકમની બાયોપિક માટે પણ તેનું નામ ચર્ચાય છે. જોકે, રાજકુમાર રાવના દાવા અનુસાર પોતે આ બાબતે હજુ આખરી નિર્ણય કર્યો નથી.

રાજકુમાર રાવ આ બાયોપિક એવા સમયે કરી રહ્યો છે જ્યારે મોટાભાગની સ્પોર્ટસ આધારિત ફિલ્મો નિષ્ફળ જઈ રહી છે.
For more details… Contact 9322529232 / 9324483455
