કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળે આ વર્ષે પીઓપીની મૂર્તિ ઘડવા અને વેચાણ માટે પરવાનગી આપી છે છતાં મહાપાલિકાએ રાજ્ય સરકારના આદેશનો દાખલો આપતા આ મૂર્તિઓ કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જિત કરવા પર બંધી મૂકી છે. તેથી ગણપતિની ઉંચી મૂર્તિઓના વિસર્જનનો પ્રશ્ન નિર્માણ થશે. એના પર ઉકેલ તરીકે સમુદ્રમાં ઓટ હોય એ સમયે મૂર્તિ વિસર્જિત કરવી અને ભરતીના સમયે એ કાંઠે આવે ત્યારે તેના વિઘટનની પ્રક્રિયા કરવી એવી ભૂમિકા બૃહન્મુંબઈ ગણેશોત્સવ સમિતિએ રજૂ કરી છે. ઉપરાંત દરિયાઈ પ્રદૂષણ ટાળવા સમુદ્રમાં ચોક્કસ અંતર સુધી જ આ મૂર્તિઓ વિસર્જિત કરવી જેથી એ કાંઠે આવે ત્યારે એના પર પુનર્પ્રક્રિયા કરીને ઉપયોગ કરી શકાશે એવી ભૂમિકા પણ સમન્વય સમિતિની છે.
સમુદ્ર સહિતના જળસ્ત્રોતના પ્રદૂષણમાં વધારો થતો હોવાથી છેલ્લા થોડા વર્ષથી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ તૈયાર કરવાથી વિસર્જન સુધી વિવાદ નિર્માણ થઈ રહ્યા છે. જો કે આ વર્ષે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળે જ પીઓપી મૂર્તિ ઘડવા પરવાનગી આપી હોવાથી ઉંચી મૂર્તિના મૂર્તિકારોને રાહત મળી છે. જો કે ઉંચી મૂર્તિનું વિસર્જન કુદરતી જળસ્ત્રોતમાં કરવા બંધી મૂકી હોવાથી વિસર્જનનો પ્રશ્ન નિર્માણ થયો છે. આ બાબતે મુંબઈ હાઈ કોર્ટે સરકારને પીઓપીની મૂર્તિના વિસર્જન બાબતે સુવિધા નિશ્ચિત અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. એ અનુસાર મુંબઈના મંડળો તરફથી, સમન્વય સમિતિ તરફથી સરકાર સૂચના મગાવી રહી છે. એ અનુસાર સમન્વય સમિતિ પોતાનો અહેવાલ સરકારને ટૂંક સમયમાં રજૂ કરશે.

પીઓપીની મૂર્તિઓ મોટી હોવાથી એ કુદરતી જળસ્ત્રોતમાં જ વિસર્જિત કરવાની પરવાનગી મળવી જરૂરી છે કારણ કે મોટી મૂર્તિઓનું વિસર્જન કરવા થતી લાખો લોકોની ગિરદીનું કૃત્રિમ જળાશયના ઠેકાણે નિયોજન કરવું અશક્ય થશે. તેથી ધક્કામુક્કી થવાનું જોખમ છે એમ ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહિબાવકરે જણાવ્યું હતું.
મુંબઈમાં લગભગ 1 લાખ 90 હજાર ઘરગથ્થુ ગણપતિ મૂર્તિઓ અને 12 હજાર કરતા વધારે સાર્વજનિક ગણપતિ મૂર્તિઓની નોંધ છે. એમાં 99.99 ટકા મૂર્તિઓ પીઓપીમાંથી ઘડવામાં આવે છે. આ પીઓપી મૂર્તિઓનું વિસર્જન સમુદ્ર, ખાડી, જળાશયમાં થતું હોવાથી પ્રદૂષણ થાય છે એવો વાંધો છે. તેથી મહાપાલિકા તરફથી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા કૃત્રિમ જળાશય તૈયાર કરવામાં આવે છે. એમાં 168 કૃત્રિમ જળાશય, 180 મૂર્તિ સંકલન કેન્દ્ર, 37 મોબાઈલ વિસર્જન સ્થળો અને દરેક વોર્ડમાં 8 ઠેકાણે વિસર્જન થનારી મૂર્તિઓનું સંકલન કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મુંબઈમાં 70 કુદરતી વિસર્જન સ્થળ છે.

For more details… Contact 9322529232 / 9324483455
