જોગેશ્વરીમાં રહેતી એક ગુજરાતી મહિલાએ સમાજમાં ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડયું છે. આ મહિલાએ ૨૦ વર્ષના અંતર બાદ દસમા ધોરણની એ બાદ ૧૨મા ધોરણની અને હવે કોલેજ અટેન્ડ કરીને ૧૫ માં ધોરણની પણ પરીક્ષા આપીને તેમાં સારા માર્ક્સ સાથે પાસ પણ થયા છે. તેઓ પોતાના બે દીકરાઓ સાથે વિવિધ બોર્ડની એક સાથે એકઝામ આપી હતી. રાતના ત્રણ વાગ્યે ઉઠીને તેઓ અભ્યાસ કરતા હતા જેથી ઘરનો અન્ય કોઈ કામ પ્રભાવિત થાય નહીં. તેમનું સ્ટડી પ્રત્યે જનુન અને ભારે મહેનતે તેમને સારું પરિણામ મળ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા ૧૫માં ધોરણના રીઝલ્ટમાં તેમને ૬૭.૬૮% મળ્યા છે.
જોગેશ્વરી-ઈસ્ટમાં આવેલા સંત રોહીદાસ નગરમાં રહેતી હંસા મકવાણા તેમના પતિ બારમા ધોરણમાં ભણતા દીકરા સાહિલ અને દસમા ધોરણમાં ભણતા દીકરા જય સાથે રહે છે. હંસા મકવાણા પતિ બીએમસીમાં સફાઈ કર્મચારી તરીકે કાર્યરત છે. હંસા મકવાણા ઘરની પરિસ્થિતિના કારણે ભણી શક્યા ન હતા. તેમણે આઠમા ધોરણ સુધી જ સ્ટડી કરી હતી. દરમિયાન તેમના લગ્ન થઈ ગયા હતા પરંતુ, તેમને ભણવામાં ખૂબ જ રસ હતો.

ફરી ભણવાનો ક્યારેય વિચાર કર્યો ન હતો એમ જણાવતા હંસા મકવાણાએ જણાવ્યું હતું કે ‘ભણવાની ખૂબ ઉમંગ વચ્ચે લગ્ન થઈ ગયા હોવાથી બુક સાથે સંબંધ તૂટી ગયો હતો. પરંતુ બાળકો થોડા મોટા થયા અને એમની બુકસ મારા હાથમાં આવવા લાગી એ બાદ ફરી ભણવાની ઈચ્છા થઈ હતી. આમ છેક ૨૦ વર્ષના અંતર બાદ વર્ષ ૨૦૧૯ માં મેં ૧૦ મા ધોરણની એક્ઝામ આપી હતી. એમાં ૬૪% ટકાથી વધુ ટકા મને મળ્યાં હતા. પતિ અને બાળકોની મદદથી મેં સ્ટડી કરી હતી. એ બાદ વર્ષ ૨૦૨૧ માં બારમા ધોરણની પણ પરીક્ષા આપી હતી અને ત્યારે ૮૧ % મેળવ્યા હોવાથી મને પણ કોન્ફિડન્સ આવી ગયો હતો. એ બાદ ૧૫ માં ધોરણ કરવાનું મેં નક્કી કર્યું હતું. એથી મેં ભણવાનું શરૃ કર્યું અને વિલે પાર્લા- વેસ્ટમાં આવેલી નાનાવટી કોલેજમાં મે ૧૩, ૧૪, ૧૫ ધોરણમાં ભણતી વખતે કોલેજ પણ જતી હતી.
મને ખૂબ અનોખો અનુભવ થયો હતો. મારી ૧૫માની એક્ઝામ વખતે મારા નાના દીકરાની દસમાની અને મોટા દીકરાની બારમાની પણ બોર્ડની એક્ઝામ હતી. બન્ને દીકરાની બોર્ડની એક્ઝામ હોવાથી તેમની સ્ટડી પર પણ ધ્યાન આપવું જરૃરી હતું. એની સાથે ઘરનું કામ પણ કરવાનું હતું એટલે હું રાત્રે ૦૩થ૦૦ વાગ્યાથી સવારે ૦૫થ૦૦ વાગ્યા સુધી જ્યારે બધા સુતા હતા ત્યારે મારી સ્ટડી કરતી હતી. કોઈપણ પ્રકારના ક્લાસ લીધા વગર મેં જાત મહેનતે સ્ટડી કરી અને ૬૭.૬૮% માર્કસ મને મળ્યા છે. આ સ્ટડી સાથે મેં વૈદિક મેથ્સ અને ફોનિક સાઉન્ડનો પણ કોર્સ કર્યો છે અને એની પણ સ્ટડી હજી ચાલી રહી છે. મને આગળ હવે સારી જોબ કરીને મારા ઘરમાં ફાયનાન્સયલી મદદ કરવી છે. કારણ કે બંને દીકરાઓને ભણાવવા માટે અમે ખૂબ કરજો લીધું છે અને કરજો હવે ખૂબ મોટી રકમમાં થઈ ગયો હોવાથી મને મારા પરિવારને મદદ કરવી છે.’

For more details… Contact 9322529232 / 9324483455
