રાજ્યમાં રખડી પડેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી ટૂંક સમયમાં અપેક્ષિત છે. તમામ મહાપાલિકા અને નગરપાલિકાઓમાં વોર્ડની રચના કરીને એ ચૂંટણી પંચ પાસે માન્યતા માટે રજૂ કરવાનો આદેશ નગરવિકાસ વિભાગે બધી મહાપાલિકાઓને આપ્યા બાદ મુંબઈ મહાપાલિકા પ્રશાસન પણ કામે લાગ્યું છે.
મુંબઈમાં 227 વોર્ડની સંખ્યા યથાવત રાખવામાં આવી છે. 2017ની ચૂંટણીના સમયની વોર્ડ રચના અનુસાર જ વોર્ડની સીમા રાખવામાં આવશે. જો કે છેલ્લા આઠ વર્ષમાં મુંબઈમાં વિવિધ વિકાસકામ થયા છે. મેટ્રોનું જાળું ઊભું થયું, કોસ્ટલ રોડ તૈયાર થયો, અટલ સેતુ પ્રકલ્પ પૂરો થયો છે. આ બધા વિકાસકામોનો સમાવેશ વોર્ડ રચનામાં કરવાનો છે. એ દષ્ટિએ 19 જૂનથી સ્થળ નિરીક્ષણની શરૂઆત થઈ છે.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં થવાની શક્યતા છે. એના માટે નગરવિકાસ વિભાગે કાઢેલા નવા આદેશ અનુસાર મહાપાલિકાઓમાં 8 સપ્ટેમ્બર 2022ના નિર્ણય અનુસાર વોર્ડની સંખ્યા ગણવાની સૂચના કરવામાં આવી છે. તેથી મુંબઈમાં 227 વોર્ડ સંખ્યા યથાવત ગણવામાં આવી છે. એ અનુસાર હવે મુંબઈ મહાપાલિકા પ્રશાસન કામે લાગ્યું છે.
રાજ્ય સરકારના નગરવિકાસ વિભાગે વોર્ડ રચનાના કામ માટે ટાઈમટેબલ જાહેર કર્યું છે. એ અનુસાર 19 થી 23 જૂનના સમયગાળામાં વોર્ડની સીમાના ઠેકાણાનું નિરીક્ષણ કરવામાં આવશે. વોર્ડની સીમારેખાના નિરીક્ષણની શરૂઆત 10 જૂનથી મહાપાલિકાના ચૂંટણી વિભાગે કરી છે. વોર્ડ રચના 2017 પ્રમાણે છે છતાં છેલ્લા આઠ વર્ષમાં મુંબઈમાં અનેક નવા વિકાસકામ થયા છે. આ બધા વિકાસકામની નોંધ નવી વોર્ડ રચનામાં લેવાની છે એવી માહિતી અતિરિક્ત મહાપાલિકા આયુક્ત ડો. અશ્વિની જોશીએ આપી હતી.
છેલ્લા થોડા વર્ષમાં મેટ્રોનું જાળું ઊભું થયું, નવા પુલ તૈયાર થયા છે. કોસ્ટલ રોડ અને અટલ સેતુ જેવા મોટા પ્રકલ્પ પૂરા થયા. તેથી આ વિકાસકામ કયા વોર્ડમાં આવશે એની નોંધ કરવાની છે. એના માટે સ્થળનું નિરીક્ષણ કરવાનું છે. એ માટે દરેક વોર્ડ માટે નિમેલા અધિકારી જાતે સ્થળ પર જઈને નિરીક્ષણ કરશે. એ સમયે પોતાનું લાઈવ લોકેશન આપવું ફરજિયાત રહેશે એમ તેમણે સ્પષ્ટ કર્યું છે.

મુંબઈ મહાપાલિકા મુખ્યાલયની જૂની ઈમારતમાં ભોંયતળિયે આવેલા ભાજપ અને શિવસેના પક્ષ કાર્યાલયમાં મુંબઈ મહાપાલિકા પ્રશાસને ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું છે. આ કાર્યાલયના કામકાજની શરૂઆત 18 જૂનથી થઈ છે. મહાપાલિકા અતિરિક્ત આયુક્ત ડો. અશ્વિની જોશીની હાજરીમાં કામની શરૂઆત કરવામાં આવી. શિવસેનાના બે ફાડિયા થયા પછી પક્ષ કાર્યાલય પરથી વિવાદ ઊભો થતા આ તમામ પક્ષ કાર્યાલય બંધ કરવામાં આવ્યા હતા. હવે એ ફરીથી ખોલવામાં આવ્યા છે.
વોર્ડ રચનામાં આ વિકાસકામની નોંધ કરવાથી મહાપાલિકાના નિયમિત કામમાં પણ એની મદદ થશે. વોર્ડ નિશ્ચિત કરતા આ પ્રકલ્પ કયા વોર્ડમાં આવશે એ નિશ્ચિત થશે. એ અનુસાર કોસ્ટલ રોડ ડી વોર્ડ અને જી-દક્ષિણ વોર્ડમાંથી જાય છે. આ પ્રકલ્પના ઠેકાણે ભવિષ્યમાં કંઈ ઘટના બને તો એ કયા વોર્ડની જવાબદારી હશે એ નક્કી કરવું શક્ય થશે એવી માહિતી મહાપાલિકા અધિકારીએ આપી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
