થાણેના બિલ્ડરને ઓછા વ્યાજ દરે બિઝનેસ લોન અપાવવાના બહાને 2.7 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અંબરનાથ વિસ્તારમાં રહેતો 68 વર્ષનો બિલ્ડર પોતાના બે પુત્ર સાથે બાંધકામ વ્યવસાય ધરાવે છે. બિલ્ડરને પચીસ કરોડ રૂપિયાની જરૂર હતી અને બિલ્ડરના ઓળખીતાએ તેની મુલાકાત આરોપી સાથે કરાવી આપી હતી, જે નાશિકનો રહેવાસી છે.

શિવાજીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ તેની કંપની થકી વાર્ષિક માત્ર સાત ટકા વ્યાજ દરે પચીસ કરોડ રૂપિયાની લોનની વ્યવસ્થા કરી આપવાનું વચન આપ્યું હતું અને 4 ઑગસ્ટ, 2017ના રોજ બિલ્ડરની કંપની સાથે કરાર કરાયા હતા. કરાર અનુસાર બિલ્ડરે 2.5 કરોડ રૂપિયા પર 10 ટકા સેવા શુલ્ક ચૂકવવાનું હતું.

