મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી જૂનના અંત સુધીમાં પ્રીપેઈડ ઓટો-રિક્ષા ઉપલબ્ધ થશે, જેને કારણે હાલમાં કાર્યરત ટેક્સી ડ્રાઈવરોની મોનોપોલી તૂટશે અને પ્રવાસીઓ રાહતના દરે પ્રવાસ કરી શકશે. જોકે આ સુવિધા મેળવવા માટે ટર્મિનલ 2 (ટી2) પર જવું પડશે, જ્યાં બેઠક વ્યવસ્થા, કાઉન્ટરો અને અન્ય સુવિધાઓ નિર્માણ કરવામાં આવી રહી છે.
હાલમાં એરપોર્ટ પર ટેક્સી સેવાઓ જ છે. રિક્ષા શરૂ થતા પ્રવાસીઓને કિફાયતી સવારીનો વિકલ્પ મળશે, જેને કારણે ટેક્સી ડ્રાઈવરોનાં નિશ્ચિત ભાડાં વગેરે મોનોપોલી તૂટશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.તાજેતરના મહિલાઓમાં વધુ પડતાં ભાડાં લેવાથી અથવા સમસ્યા પેદા થતાં અધવચ્ચે પ્રવાસીને છોડી મૂકવા જેવી ઘટનાઓ બની હતી તેની પર પૂર્ણવિરામ મુકાઈ જવાની અપેક્ષા છે.

રાજ્ય સરકાર, એમએમઆરટીએ અને અન્ય સંસ્થાઓ દ્વારા સર્વ જરૂરી પરવાનગીઓ મળી મળી ચૂકી હોવાથી અમુક તૈયારીઓ જ બાકી છે.પ્રીપેઈડ ટેરિફ સાથે ભાડાનું સોફ્ટવેર અપડેટ કરવાનું, રસીદો જારી કરવા સમર્પિત કાઉન્ટરો સ્થાપવાનું અને દિવ્યાંગોને બેઠક વ્યવસ્થા પૂરી પાડવાનું તેમ જ લગેજ ટ્રોલી માટે નિયુક્ત બે નિર્માણ કરવાનું ચાલી રહ્યું છે. થોડું ઈન્ફ્રાસ્ટ્રક્ટર પણ બાકી છે.
ગયા મહિને પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે 1 જૂનથી આ સેવા શરૂ થવાની ઘોષણા કરી હતી. જોકે અમુક મંજૂરીઓને લીધે તે શક્ય બન્યું નહોતું. આરટીઓ દ્વારા રિક્ષા માટે સ્થળ અનુસાર ભાડાંનું કાર્ડ અમને આપ્યું છે, જે અમારી પ્રણાલીમાં જોડવામાં આવી રહ્યું છે. રિક્ષા પણ શરૂ થતાં ટ્રાફિક વધશે, જેથી યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગોઠવણી કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.એનજીઓ હેપ્પી ટુ હેલ્પે સ્ટેન્ડનું સંચાલન કરવામાં સહાય કરવાની ઓફર કરી છે, એમઆઈએએલ દ્વારા તેની પર વિચારણા કરવામાં આવી રહી છે. જોકે એકંદર વ્યવસ્થાપન અને સંચાલનમાં એરપોર્ટ પ્રશાસનનો જ હવાલો રહેશે. મુંબઈ ટ્રાફિક પોલીસની સહાય પણ લેવાશે.

